7 એને આબ્રાહામા કુળામાંય જન્મો લેયનાકોય બોદે ચ્યા હાચ્ચેજ પોહેં નાંય બોની જાય, કાહાકા પોરમેહેરાય આબ્રાહામાલ આખ્યાં, “જ્યાહા ઈસાકા કુળામાંય જન્મો જાયહો, ચ્યેજ તો કુળામાઅને માનલે જાય.”
એને પોતે મોનામાય એહેકોય નાંય વિચાર કોઅના કા આબ્રાહામ આપહે આબહો હેય, બાકી આંય તુમહાન એહેકોય આખતાહાવ કા, પોરમેહેર આબ્રાહામાહાટી યા દોગડાહા પાયને બી પોહેં પૈદા કોઅઇ હોકહે.
ચ્યાય આખ્યાં, ‘નાંય, ઓ આબા આબ્રાહામ, જો કાદો મોઅલા માઅને ચ્યાહા પાહી જાયને ચ્યાહાન ચેતાવણી દેય, તોવે ચ્યા ચ્યાહા પાપ કોઅના બોંદ કોઅઇ દી.’
યાહાટી એહેકેન જીવા કા લોકહાન ખોબાર પોડે તુમાહાય પાપ કોઅના બંદ કોઅઇ દેનહા. એને પોતે મોનામાય એહેકોય નાંય વિચાર કોઅના કા આબ્રાહામ આપહે આબહો હેય; બાકી આંય તુમહાન એહેકોય આખતાહાવ કા, પોરમેહેર આબ્રાહામાહાટી યા દોગડાહા પાયને બી પોહેં પૈદાહા કોઅઇ હોકહે.
ચ્યાહાય જાવાબ દેનો, “આમા આબ્રાહામા કુળામાઅને હેજે, એને કાદે દિહી કાદા ચાકાર નાંય બોન્યા, તું કેહેકેન આખતોહો કા તુમહે છુટકો ઓઅઇ જાય?”
આબ્રાહામા પોહો, જો હાગારે પાઅને જન્મો જાયો, તો કેવળ શારીરિક સબંધા નુસાર પૈદા જાયો, બાકી આબ્રાહામા બિજો પોહો જો ચ્યા થેએ સારા પાઅને જોનમ્યો તો પોરમેહેરા વાયદાનુસાર પૈદા જાયો.
ઓ વિસ્વાસી બાહાહાય, આપા ઈસાકા હારકે હેય, કાહાકા આપા આબ્રાહામાઆરે પોરમેહેરા વાયદો કોઅલા નુસાર પૈદા ઓઅલે હેય.
કાહાકા હાચ્ચાં સુન્નતવાળાતે આપાંજ હેજે, આપા જીં પવિત્ર આત્માકોય પોરમેહેરા ભક્તિ કોઅજેહે, એને ઈસુ ખ્રિસ્તાઆરે ઘમંડ કોઅજેહે, એને શરીરા કામહાવોય બોરહો નાંય રાખજે.