31 બાકી ઈસરાયેલી લોક, જ્યા મૂસા નિયમ પાળીન પોરમેહેરા હામ્મે ન્યાયી બોના કોશિશ કોઅય રીઅલા આતા, ચ્યા ન્યાયી નાંય બોની હોક્યા.
પાછે યશાયા ભવિષ્યવક્તાકોય પોરમેહેરાય આખ્યાં, “જ્યેં માન નાંય હોદા આતેં, ચ્યાહાય માન પામી લેદહો, એને જ્યેં માન પુછા બી નાંય આતેં, ચ્યાહાવોય આંય પ્રગટ ઓઈ ગીયો.”
યાહાટી યા પરિણામ કાય જાયો? ઈસરાયેલી લોકહાય ન્યાયી બોનાહાટી કોશિશ કોઅયી, બાકી ચ્યા સફળ નાંય ઓઅયા, બાકી નિવડી લેદલાહાલ મિળ્યાં, એને કોલહાક લોકહા મન કોઠાણ બોની ગીયા.
કાહાકા મૂસા નિયમ પાલન કોઅવાથી કાદાબી માઅહું ન્યાયી નાંય બોને, મૂસા નિયમાહાકોય આપા જાંઅજેહે કા આપા પાપી હેજે.
તે, ઓહડા કાય હેય કા ચ્યા બારામાય આપા અભિમાન કોઅય હોકજે? અભિમાન કોઅના તે બહાનોજ નાંય હેય, કોઅહા નિયમા લીદે? કાય કામહા નિયમથી? નાંય, બાકી ઈ ઈસુ ખ્રિસ્તામાય બોરહો કોઅના આધારાવોય હેય.
તે કાય યા મતલબ ઓ હેય કા મૂસા નિયમ પોરમેહેરા વાયદાહા વિરુદ હેય? નાંય કોવેજ નાંય, કાહાકા જો મૂસા નિયમ આપહાન અનંતજીવન દેય હોકે, તે આપા ચ્યા પાલન કોઇન પોરમેહેરાઆરે ન્યાયી ઠોરી હોકતેહેં.
ઉત્સાહા બારામાય આખે તે માયે મંડળીવોય જુલુમ કોઅયો, એને યહૂદી નિયમાહા પાલન કોઅનામાય આંય યોક ન્યાયી માઅહું આતો કાહાકા માયે બોદા નિયમાહા પાલન કોઅલા હેય.