23 ચ્યાય એહેકેન યાહાટી કોઅયા કા તો દયા કોઅલા લોકહાવોય ચ્યા મહિમા પ્રગટ કોઅરા માગતો આતો, જ્યાહાલ ચ્યાય પેલ્લાજ ચ્યા મહિમાહાટી તિયાર કોઅલા આતા.
યોહાન યોક ઓહડો માઅહું રોય, જો ભવિષ્યવક્તા એલીયા આત્મા એને સામર્થ્ય ચ્યા આરે રોય, કા આબહા મોન પાહહા એછે ફેરાવી દી; એને તો પોરમેહેરા આગના નાંય માનનારા લોકહાન પોરમેહેરા જ્ઞાન કબુલ કોઆડી, એને લોકહાન પ્રભુહાટી તિયાર કોઅરી.”
બાકી પ્રભુ ઈસુય ચ્યાલ આખ્યાં, “તું જો; કાહાકા ઓ તે ગેર યહૂદી એને રાજહા, એને ઈસરાયેલહયા હામ્મે મા બારામાય પ્રચાર કોઅરાહાટી માયે ચ્યાલ મા સેવા કોઅરાહાટી નિવાડલો હેય.
કાય તું પોરમેહેરા સદા મોયા, એને ચ્યા સહનશીલતા, એને ધીરજેલ નોકામ્યા જાંઅતોહો? કાય તું નાંય હોમજે કા પોરમેહેરા ભલાઈ તુલ પાપ કોઅના બંદ કોઅના હિકાડેહે?
કાહાકા જ્યાહાલ ચ્યાય પેલ્લેથી નિવડ કોઅયાહાં, ચ્યાહાન પોરમેહેરા પોહા ઈસુ ખ્રિસ્તા હારકા ઓઅરાહાટી પેલ્લેથી નોક્કી કોઅય દેના, કા ઈસુ ખ્રિસ્ત ઓજ પોરમેહેરા પોહહામાય બોદહા કોઅતો મોઠો બાહા ઓઅય.
પાછે જ્યાહાલ ચ્યાય પેલ્લેથી નોક્કી કોઅયા, ચ્યાહાન નિવડયાબી, એને જ્યાહાન નિવડયા, ચ્યાહાન ન્યાયી બોનાડ્યા, એને જ્યાહાન ન્યાયી બોનાડ્યા, ચ્યાહાન ચ્યા મહિમાયેમાયબી ભાગીદાર બોનાડ્યા.
આંય પ્રાર્થના કોઅતાહાંવ કા પવિત્ર આત્મા હાચ્ચાં હોમજાંહાટી મોદાત કોઅરી, તુમા જાંઆય લેય કા પોરમેહેરાય તુમહાન નિવાડલા આતા તોવે જીં આશા તુમહાન દેનલી આતી, તી આશા એને બોરકાતથી કોલહી મહાન એને મહિમામય હેય, જ્યા વાયદો પોરમેહેરાય આપહે પવિત્ર લોકહાઆરે કોઅલો હેય.
પોરમેહેરાય આપહાન બોનાવ્યે, ચ્યાય ઈસુ ખ્રિસ્તામાય આપહાન ચ્ચે હારેં કામે કોઅરાહાટી સૃષ્ટિ કોઅયી, જ્યાહાન પેલ્લાનેજ પોરમેહેરાય આપહેહાટી તિયાર કોઅયા.
પોરમેહેરાય ઈસુકોય એહેકેન યાહાટી કોઅયા, કા યેનારા દિહહયામાય તો દુનિયા લોકહાન આખી હોકે કા ચ્યા સદા મોયા કોલહી મહાન હેય, જી ચ્યાય ખ્રિસ્તામાય આમે બોદહાવોય દેખાડયાહા.
પોરમેહેર ચ્યા મહિમા નુસાર તુમહાન ઈ દાન દેય કા ચ્યા પવિત્ર આત્મા તુમહાન ઓહડા સામર્થ્ય દેય કા તુમા પોતે આત્મામાય મજબુત ઓઆ.
માયેવોય જ્યા બોદા પોરમેહેરા લોકહા કોઅતો હાનામાય હાનો હેય, માન ગેર યહૂદી લોકહાન ખ્રિસ્તામાય મિળનારી બોરકાત બારામાય હારી ખોબાર આખના સદા મોયા મીળહી. ઈ બોરકાત જી આમહાન ખ્રિસ્તામાય મિળહે, તી માઅહા હોમાજનાથી બારે હેય.
એને પોરમેહેર આબહાલ ધન્યવાદ દેતે રા, કાહાકા ચ્યાય તુમહાન યે લાયકે બોનાવ્યાં કા તુમા હોરગા રાજ્યમાય રોનારા પવિત્ર લોકહાઆરે વારસા સહભાગી બોને.
કાહાકા પોરમેહેરા ઇચ્છા આતી કા ચ્યા લોક ઈ જાંઆય લેય કા ખ્રિસ્તા મિલકાત એને મહિમા તુમા ગેર યહૂદી લોકહાહાટીબી હેય, એને મર્મ ઈ હેય: ખ્રિસ્ત તુમહામાય રોહોય, જો તુમહાલ ચ્ચા મહિમામાય ભાગીદાર ઓઅના આશા દેહે.
કાહાકા પોરમેહેરાય આપહાન સજા બોગવાહાટી નાંય, બાકી ચ્યાય આપહાન પ્રભુ ઈસુ ખ્રિસ્તા કોઇન તારણ મિળવાહાટી નિવડ્યેહે.
યાહાટી જોવે વિસ્વાસી માઅહું બોદા ખારાબ કામ કોઅના બંદ કોએ તોવે ચ્યા જીવન પવિત્ર ઓઅરી, એને તો કિમતી વાહણા હારકો બોની જો ખાસ કામહાહાટી વાપારતેહે, એને ચ્યાલ ચ્યા દોણી વાપર કોઅરી, એને તી બોદા હારા કામહાહાટી તિયાર રોય.