13 જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “માયે યાકૂબાલ પ્રેમ કોઅયા, બાકી એસાવાલ નાકાર કોઅયો.”
જીં માઅહું આબહાલ યા આયહેલ મા કોઅતો બોજ પ્રેમ કોઅહે, તીં માઅહું મા શિષ્ય બોના લાયકે નાંય હેય, એને જીં માઅહું પોહા યા પોહયેલ મા કોઅતો બોજ પ્રેમ કોઅહે, તીં મા શિષ્ય બોના લાયકે નાંય હેય.
કાય તુમાહાય પવિત્રશાસ્ત્રા માઅને લોખલાં નાંય વાચ્યાહાં કા જ્યા ખ્રિસ્તા બરાબરી યોકા મહત્વા દોગડા હાતે કોઅહે? તો આખહે જ્યા દોગડાલ કોડયાહાય ટાકી દેનેલ, ઓ તોજ દોગાડ હેય જો ગોઆ મુખ્ય દોગાડ બોની ગીયો.
બાકી કાદાં મા પાહી યેય, એને ચ્યા આબહો એને આયહો એને થેઅઈ એને પોહેં એને બાહા એને બોઅયહો એને પોતા જીવાલ બી અપ્રિય નાંય હુમજી, તોવે ચ્યા મા શિષ્ય નાંય ઓઈ હોકે.
જો પોતાના જીવાલ બોચાવાં માગહે, તો ગુમાવી દેહે, એને જો યા દુનિયામાય પોતાના જીવાલ ગુમાવી દાં માગહે, તો અનંતજીવનાહાટી ચ્ચાલ બોચાવી રાખી.