38 કાહાકા આંય નોક્કી જાંઅહું, કા નાંય મોરણ, નાંય જીવન, નાંય હોરગા દૂત, નાંય નોરકા દૂત, નાંય વર્તમાન, નાંય ભવિષ્ય, નાંય સામર્થ્ય,
એને આંય ચ્યાહાન અનંતજીવન દેતહાવ એને ચ્ચે કોય દિહે નાશ નાંય ઓઅરી, એને ચ્યાહાન કાદો માયે વોઅને પેચકી નાંય લેય.
કાહાકા આપા બોદે પ્રભુ હેય, યાહાટી આમહે માઅને કાદો નાંય તે પોતાનાહાટી જીવહે એને નાંય કાદો પોતાહાટી મોઅહે.
જો આપા જીવતે હેય, તોવે પ્રભુહાટી જીવતે હેય, એને જર મોઅઇ જાજહે, તે પ્રભુહાટી મોઅઇ જાજહે, યાહાટી આપા જીવતે રોજે કા મોઅઇ જાજે, આપા પ્રભુ હેજે.
એને નોક્કી જાંઅયા કા જીં વાતે પોરમેહેરાય વાયદો કોઅલો હેય, તી પુરી કોઅરાહાટી પોરમેહેર બોરહાવાળો હેય.
કાહાકા પાપ કોઅના બોદલો મોરણ હેય, બાકી પોરમેહેરા વરદાન આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્તામાય અનંતજીવન હેય.
ચ્યા પાછે, જોવે ખ્રિસ્ત પોરમેહેરા વિરોદ કોઅનારી બોદી ખારાબ શક્તિહી નાશ કોઅય દી, ચ્યા પાછે દુનિયા છેવાટ ઓઅય જાય, તોવે ખ્રિસ્ત પોરમેહેર આબાલ ચ્યા રાજ્ય હોઅપી દેઅરી કા તો ચ્યાવોય પુરીરીતે રાજ્ય કોઅય હોકે.
એને ઈ કાય નોવાયે વાત નાંય કાહાકા સૈતાન પોતેબી પોરમેહેરા મહિમાવાળો હોરગા દૂતા રુપ લેયને દોગો દેહે.
બાકી આમા પ્રચાર કોઅના ચાલુ રાખજેહે કાહાકા આમહેમાય તોહડોજ બોરહો હેય, જેહેકેન ગીતશાસ્ત્ર લોખનારામાય આતો, જોવે ચ્યાય આખ્યાં, “માયે પોરમેહેરાવોય બોરહો કોઅયો, યાહાટી માયે આખ્યાં,” યાહાટી આમહાયબી બોરહો કોઅયો યાહાટી બોલજેહે.
તો હોરગામાય રાજ્ય કોઅનારાહાવોય એને ઓદિકારહયાવોય, એને બોદા જાત્યા સામર્થ્યાવોય, એને યા દુનિયામાયજ નાંય, બાકી ભવિષ્યામાય યેનારા દુનિયાવોય બી રાજ્ય કોઅરી.
કાહાકા ઓ તોજ ખ્રિસ્ત હેય જ્યાંય બોદ્યો વસ્તુહુલ બોનાડાહાટી પોરમેહેરાઆરે કામ કોઅલા હેય, હોરગા કા દોરત્યે, દેખાનાર્યો કા નાંય દેખાનાર્યો, રાજ્યાસન કા શાસન, સત્તા કા ઓદિકાર, બોદા ચ્યાકોય એને ચ્યા સેવા કોઅરાહાટી બોનાવલા હેય.
એને ચ્યાય રાજ્ય એને ઓદિકારા શક્તીહીલ આરવી દેના, એને દુનિયા નોજરેમાય ચ્યાહાન શરમિંદા કોઅયા એને હુળીખાંબા વિજયા સફર માય ચ્યાહાન કૈદ્યાહા હારકા ફેરવ્યા.
યાહાટી આંય ઈહીં જેલેમાય બી દુઃખ બોગવી રિઅલો હેય, તેરુંબી લાજવાયુ નાંય, કાહાકા આંય ખ્રિસ્તાલ જાંઅતાહાંવ જ્યાવોય માયે બોરહો કોઅલો હેય, માન ખાત્રી હેય, ચ્યે હોપલા કામ ચ્યા દિહયા લોગુ જાવ પ્રભુ ઈસુ પાછો નાંય યેય તાંવ લોગુ હાચવી રાખી.
યા બોદા લોક જ્યાહાય પોરમેહેરાવોય બોરહો કોઅયો, ચ્યે વસ્તુહુલ મેળવ્યા વોગાર મોઅઇ ગીયે, જ્યાહાન પોરમેહેરે વાયદો કોઅયેલ. બાકી ચ્યાહાય દુરથી એઇન આનંદિત જાયા એને માની લેદા, એને ઇબી જાંઅયા કા આમા દોરત્યેવોય પરદેશી હેજે.
આમી તો હોરગામાય જાયને પોરમેહેરા જમણી એછે બોઠલો હેય, એને તો બોદા હોરગા દૂતહા, ઓદિકાર્યાહા એને બોદયે શક્તિહેવોય રાજ કોઅહે.