32 પોરમેહેરાય પોતા યોકનેયોક પોહાલ ચ્યાહાટી નાંય રાખ્યો, બાકી ચ્યાય આપહે બોદહાહાટી ચ્યા દુશ્માનાહાલ હોઅપી દેનો, તે તો આપહાન તી બોદા દી જીં ચ્યાય આપહાન વરદાન દાંહાટી વાયદો કોઅલો હેય.
હોરગામાઅને પોરમેહેરાય ઈસુ બારામાય આખ્યાં કા, “ઓ મા પ્રિય પોહો હેય, યાથી આંય ખુશ હેતાંવ.”
એને જોવે તુમા ખારાબ હેય, તેરી તુમા તુમહે પોહાહાન તુમા હાર્યો વસ્તુ દાં જાંઅતેહે, તે તુમહે હોરગામાઅને આબહો બી ચ્યાપાઅને જ્યેં માગતેહે ચ્યાહાન હારી વસ્તુ દેઅના જાંઅહે.”
“પોરમેહેરે દુનિયા લોકહાવોય ઓહડા મહાન પ્રેમ કોઅયા, યા લીદે ચ્યા યોકને-યોક પોહાલ બલિદાન કોઇ દેનો, યાહાટી કા જીં કાદાં માઅહું ચ્ચાવોય બોરહો કોઅહે, ચ્યા નાશ નાંય ઓઅય, બાકી ચ્યાલ અનંતજીવન મીળે.
કાહાકા જોવે પોરમેહેરાય પેલ્લેથી ડાળખ્યો આત્યો ચ્ચેહેવોય દોયા નાંય કોઅયી, તે તો તુમહાવોય બી દોયા નાંય કોઅરી.
ઈસુ આપહે પાપહાહાટી મોઅઇ ગીયો, એને આપહાન ન્યાયી ઠોરવાહાટી પોરમેહેરાય ચ્યાલ મોઅલા માઅને પાછો જીવતો બી કોઅયો.
કાહાકા પાપ કોઅના બોદલો મોરણ હેય, બાકી પોરમેહેરા વરદાન આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્તામાય અનંતજીવન હેય.
આપા જાંઅજેહે કા જ્યા લોક પોરમેહેરાવોય પ્રેમ કોઅતાહા, ચ્ચાહાહાટી બોદ્યો વાતો મિળીન હારાંજ ઓઅહે, એટલે ચ્ચાહાહાટી જી પોરમેહેરા ઇચ્છા નુસાર પોસંદ કોઅલા હેય.
આમા તે દુનિયા લોક જેહેકેન વિચાર કોઅતાહા તેહેકેન નાંય, બાકી આમહાય તે પોરમેહેરા પાઅને પવિત્ર આત્મા પામ્યાહા, જેથી આમા પોરમેહેરા પાઅને મિળલા વરદાનાહાલ જાંઆય હોકજે.
કાહાકા ચ્યે બોદે દુઃખેં જ્યેં આમહાય સહન કોઅયે તુમહેહાટી હેય, એટલે જેહેકેન પોરમેહેરા સદા મોયા વોદારે ને વોદારે લોકહાન ખ્રિસ્તાપાય લેય યેહે, ચ્યેજ રીતે પોરમેહેરા મહિમાહાટી ધન્યવાદા પ્રાર્થના કોઅનારા લોકહા આક્ડોબી વોદતો જાય.
ખ્રિસ્ત જો પાપ વગર આતો, ચ્યાલ પોરમેહેરે આમહેહાટી પાપ કોઅઇ દેનો, એટલે આમા પોરમેહેરા નોજરેમાય ન્યાયી બોની હોક્યે કાહાકા ખ્રિસ્તાય આમહે પાપહા ડોંડ લેય લેદો.
આમા દુઃખી હેજે, તેરુંબી આમા હર સમયે આનંદિત હેય, આમા પોતે તે કંગાલ હેય બાકી બીજહાન આત્મિકરીતેથી માલદાર બોનાવી દેજહે. એહેકેન હેય જેહેકેન આમહેપાય કાય નાંય તેરુંબી બોદા કાય હેજે.
પ્રેમ ઈ નાંય હેય કા આપા પોરમેહેરાલ પ્રેમ કોઅજેહે, બાકી આસલીમાય પ્રેમ ઈ હેય કા ચ્યાય આપહાવોય પ્રેમ કોઅયા, ચ્ચાય આપહે પાપ કાડી ટાકાંહાટી ચ્યા પોહાલ બલિદાન ઓઅરાહાટી દોવાડયો.
જ્યા લોક વિજય મેળવી, ચ્યે મા પાઅને ઈ બોદી બોરકાત મેળવી, એને આંય ચ્યા પોરમેહેર રોહીં, એને તો મા પોહો રોય.