Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 8:28 - ગામીત નોવો કરાર

28 આપા જાંઅજેહે કા જ્યા લોક પોરમેહેરાવોય પ્રેમ કોઅતાહા, ચ્ચાહાહાટી બોદ્યો વાતો મિળીન હારાંજ ઓઅહે, એટલે ચ્ચાહાહાટી જી પોરમેહેરા ઇચ્છા નુસાર પોસંદ કોઅલા હેય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 8:28
53 ပူးပေါင်းရင်းမြစ်များ  

તું આપહે પ્રભુ પોરમેહેરાવોય તો બોદા રુદાયા કોયન, એને જીવા કોઇન, એને બોદા મોના કોઇન, એને આખી ગોત્યે કોઇન પ્રેમ રાખજે’


ઈ વોનાઈન ગેર યહૂદી લોક બોજ ખુશ ઓઅઇ ગીયા, એને પોરમેહેરા વચના સ્તુતિ કોઅરા લાગ્યા, એને જોલે અનંતજીવનાહાટી નિવાડલે, ચ્યા બોદહાય બોરહો કોઅયો.


કાહાકા પોરમેહેર જ્યાહાન નિવડેહે એને જ્યાલ વરદાન દેહે, ચ્યાહાકોય કોદહીજ બી પોતાના મોન બોદલીન પાછો ટાળી નાંય દેય.


પાછે જ્યાહાલ ચ્યાય પેલ્લેથી નોક્કી કોઅયા, ચ્યાહાન નિવડયાબી, એને જ્યાહાન નિવડયા, ચ્યાહાન ન્યાયી બોનાડ્યા, એને જ્યાહાન ન્યાયી બોનાડ્યા, ચ્યાહાન ચ્યા મહિમાયેમાયબી ભાગીદાર બોનાડ્યા.


ચ્યા બેની પોહહા જન્મો ઓઅના પેલ્લાજ ચ્ચા બેની પોહહાય કાયજ હારાં કા માઠાં કામ નાંય કોઅલા આતા, પોરમેહેરાય પેલ્લાજ રીપકાલ આખી દેનલા આતા, મોઠો પોહો હાના પોહા આધીન રોય, ઈ યાહાટી કા પોરમેહેરા યોજના બોની રોય, જીં માઅહા કામહાકોય નાંય, બાકી નિવડી લેનારા નિર્ણયા આધારે રોય.


બાકી પોરમેહેરા નિવાડલા લોકાહાહાટી, ગોમે યહૂદી હેય અથવા ગેર યહૂદી ઈંજ ખ્રિસ્ત પોરમેહેરા સામર્થ્ય એને પોરમેહેરા જ્ઞાન હેય.


પોરમેહેરાય તુમહાન ચ્યા પોહો ઈસુ ખ્રિસ્તાઆરે યોક કોઅલે હેય, કાહાકા પોરમેહેર જો વાયદો કોઅહે ચ્યા પ્રતિ તો વિશ્વાસયોગ્ય હેય.


બાકી જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “જીં કોયદિહી ડોળહાકોય નાંય દેખાયાહા, એને કોયદિહી કાનાહાકોય નાંય વોનાયાહા એને કાદાય ચ્ચે વસ્તુહુ બારામાય વિચારબી નાંય કોઅલો, તી બોદા પોરમેહેરાય ચ્યાહાહાટી, જ્યેં પોરમેહેરાવોય પ્રેમ કોઅતેહે, તિયાર કોઅલા હેય.”


કાહાકા આમા જાંઅજેહે, કા આમહે શરીર યે દોરત્યેવોય તંબુ હારકા હેય, જ્યામાય આમા રોજહે, જોવે તી નાશ ઓઅય જાઅરી, તે આમહાન પોરમેહેરા પાયને હોરગામાય યોક ઓહડા ગુઉ મિળરી, જ્યાલ ચ્યાય પોતે આથેકોય બાંદલા હેય એને તી અનંતકાળ લોગુ રોઅરી.


બાકી પોરમેહેરા જોવે ઇચ્છા ઓઅયી કા માયેવોય ચ્યા પોહો ઈસુ ખ્રિસ્તાલ પ્રગટ કોએ કા આંય ગેર યહૂદી લોકહાન ખ્રિસ્તા હારી ખોબાર આખું, ચ્યાય મા જન્મો ઓઅના પેલ્લાજ માન નિવડી લેદો એને ચ્યા સદા મોયાકોય માન હાદ્યો.


આંય તુમહેથી નિરાશ હેતાંવ, કાહાકા પોરમેહેરાય તુમહાન ખ્રિસ્તાકોય સદા મોયામાય રાંહાટી હાદ્યા. ચ્યાલ તુમા ઓલે જલદ્યા છોડીન યોક આલાગ ખોબાર સ્વીકાર કોઅરા લાગ્યા.


ઈ શિક્ષણ પોરમેહેરાપાઅને નાંય હેય, જ્યાંય તુમહાન પોતાના પોહેં બોનાહાટી નિવાડલા હેય.


પોરમેહેરાય ઈ દુનિયા બોનાવા પેલ્લા ઈ યોજના બોનાવી, જીં ઈસુ ખ્રિસ્તાકોય પુરી કોઅયી.


યાહાટી આંય પ્રભુ ઈસુ સેવા કોઅના લીદે જેલેમાય કૈદ હેતાંવ, તુમહાન વિનાંતી કોઅહુ કા, પોરમેહેરાય તુમહાન જ્યેં રીતેકોય જીવન જીવાહાટી નિવડી લેદે, ચ્યે રીતેકોય જીવન જીવા.


આંય લક્ષાએછે દાહુદતાહાંવ કા તી ઇનામ મેળવું જ્યાહાટી પોરમેહેરે માન ઈસુ ખ્રિસ્તમાય હોરગામાય જાંહાટી હાદલા હેય.


કાહાકા પોરમેહેરાય આપહાન સજા બોગવાહાટી નાંય, બાકી ચ્યાય આપહાન પ્રભુ ઈસુ ખ્રિસ્તા કોઇન તારણ મિળવાહાટી નિવડ્યેહે.


કાહાકા પોરમેહેરાય આપહાન તારણ દેના, એને આપહાન પવિત્ર જીવન જીવાહાટી નિવડી લેદલા હેય, ચ્યાય આપહાન યાહાટી નાંય નિવડયાહા કા આપહાય હારેં કામે કોઅલે હેય, બાકી યાહાટી કા ચ્યા યોજના એને સદા મોયા લેદે નિવડી લેદલે હેય. પોરમેહેરાય યા પેલ્લાજ ચ્યાય દુનિયા બોનાવ્યાં, ઈસુ ખ્રિસ્તાલ દુનિયામાય આમહેહાટી મોરાં દોવાડના પેલ્લાજ ચ્યા સદા મોયા દેખાડાહાટી યોજના બોનાવી લેદલી આતી.


તેરુંબી પોરમેહેરાય જો પાક્કો પાયો ટાકલો હેય, તો મજબુત હેય, એને ચ્યાવોય યા શબ્દા સિક્કો છાપલો હેય, “પ્રભુ ચ્યા પોતે લોકહાન જાંઅહે,” એને “જીં કાદાબી પ્રભુ ભક્તિ કોઅહે ચ્યાલ ખારાબ કામ નાંય કોઅરા જોજે.”


યા લીદે ખ્રિસ્ત લોકહા હાતે યોક નોવા કરારા મધ્યસ્થ ઓઅહે, એટલે ચ્યા લોક જ્યા પોરમેહેરાથી હાદલા ગીયહા, ચ્યે ચ્યા અનંત બોરકાતેલ મેળવી હોકે જ્યાહા વાયદો પોરમેહેરે કોઅલો આતો. એહેકેન યાહાટી ઓઅય હોકહે કાહાકા ખ્રિસ્ત ચ્યાહાન ચ્યા પાપહા ડૉડ છુટકો કોઆડાહાટી મોઅઇ ગીયો જ્યા ચ્યાહાય પેલ્લા કરારા આધીન કોઅલા આતા.


ધન્ય હેય તીં માઅહું, જો પરીક્ષામાય ટોકી રોહે, કાહાકા જોવે તો પરીક્ષા માઅને હાચ્ચો સાબિત ઓઅહે તે તો અનંતજીવના મુગુટ મેળવી, જ્યા વાયદો પોરમેહેરેય ચ્ચાન કોઅયોહો જો ચ્ચાલ પ્રેમ કોઅતેહે.


ઓ મા પ્રિય બાહાબોઅયેહેય વોનાયા, પોરમેહેરાય ચ્ચા લોકહાન નિવાડલા હેય, જ્યા યા દુનિયા નોજરેમાય ગરીબ હેય, યાહાટી કા બોરહામાય મિલકાતવાળા ઓઅઇ જાય એને ચ્ચા રાજ્યા વારસો બોને, જ્યાથી પોરમેહેરાય આપહે પ્રેમ કોઅનારાહાન દેયના વાયદો કોઅયોહો.


બાકી તુમા પોરમેહેરા નિવાડલા લોક, એને ચ્યા યાજક હેતા, જો રાજા હેય, તુમા લોક પોરમેહેરાહાટી સમર્પિત એને ચ્યા ખાસ લોક હેતા. ચ્યે તુમહાન આંદારામાઅને પોતાના અદભુત ઉજવાડામાય હાદ્યાહા, એટલે તુમા ચ્યા અદભુત કામહા ઘોષણા કોઅય હોકે.


ખારાબા બોદલે ખારાબ મા કોઅહા નાંય નિંદા બોદલે નિંદા કોઅના, બાકી યા ઉલટાં બોરકાતુજ દા કાહાકા પોરમેહેરે તુમહાન યાહાટીજ હાદ્યાહા, જો તુમા એહેકેન કોઅતાહા તે પોરમેહેર તુમહાનબી બોરકાત દેઅરી.


પોરમેહેર જો પુરીરીતેથી સદા મોયાકોય બોઆલો હેય, ચ્યાય તુમહાન ઈસુ ખ્રિસ્તાઆરે તુમહે એકતા લીદે ચ્યા અનંત મહિમાયેમાય ભાગીદાર બોનાહાટી તુમહાન હાદ્યાહા. તુમહે વાયજ વાઆ લોગુ દુઃખ વેઠયાં પાછે પોતેજ તુમહાન સિદ્ધ એને મજબુત એને બળવાન કોઅરી.


પ્રેમ ઈ નાંય હેય કા આપા પોરમેહેરાલ પ્રેમ કોઅજેહે, બાકી આસલીમાય પ્રેમ ઈ હેય કા ચ્યાય આપહાવોય પ્રેમ કોઅયા, ચ્ચાય આપહે પાપ કાડી ટાકાંહાટી ચ્યા પોહાલ બલિદાન ઓઅરાહાટી દોવાડયો.


યાહાટી આપા પોરમેહેરાવોય પ્રેમ કોઅજેહે, કાહાકા પેલ્લા પોરમેહેરાય આપહાવોય પ્રેમ કોઅયા.


આંય જ્યાહાવોય પ્રેમ કોઅતાહાંવ, ચ્યાલ આંય હિકાડતાહાવ એને ડૉડ બી દેતહાવ, જેથી ચ્યે હારેં બોની જાય. યાહાટી હારાં કોઅરાહાટી લાગી રો, એને પાપ કોઅના બંદ કોઅય દે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ