17 એને જો પોરમેહેરા પોહેં હેય, તે વારીસ બી હેય, બાકી પોરમેહેરા વારીસ એને ખ્રિસ્તાઆરે વારીસ હેય, એને જો આપા ખ્રિસ્તાઆરે દુ:ખ ઉઠાવજેહે, તોવે ચ્યાઆરે મહિમા બી ભાગી બોનહું.
એને શિષ્યહાઆરે લોકહાન હાદિન ઈસુવે આખ્યાં “જો કાદાં મા શિષ્ય બોના માગહે, ચ્યાલ પોતાલ નાકાર કોઅરા જોજે એને પોતાનો હુળીખાંબ ઉચકીન મા શિષ્ય બોને.
ચ્યા માલિકાય ચ્યાલ આખ્યાં, ધન્ય હેય મા લાયક્યે એને ઈમાનદાર ચાકાર, તું વોછામાય ઈમાનદાર રિયો, આંય તુલ બોજ વસ્તુહુ ઓદિકારી બોનાડહી, તો માલિકા આનંદામાય ભાગીદાર બોન.”
“તોવે ઈસુવે આખ્યાં, તુમા ગેટહા યોક હાના ટોળા હારકે હેય, યાહાટી કોઅયેહેબી વાતે તુમા બીયહા મા, કાહાકા પોરમેહેર આબાલ ઈ ગોમ્યા, કા તુમહાન રાજ્ય દી.
ઈ જરુરી આતા કા ખ્રિસ્ત ઈ દુ:ખ વેઠીન પોતા મહિમામાય પ્રવેશ કોય.”
ઓ આબા, મા ઇચ્છા હેય કા જ્યાહાન તુયે માન દેનહા, જાં આંય રોઉં, તાં ચ્યાબી મા આરે રોય, કા ચ્યા મા તી મહિમા એએ જીં તુયે માન દેનહી, કાહાકા દુનિયા બોનાવા પેલ્લા તુયે માયેવોય પ્રેમ કોઅયા.
એને બોદા શેહેરાહામાય શિષ્યહા મન સ્થિર કોઅતા રિયા, એને ઈ હિકાડતા આતા કા બોરાહામાંય બોની રા, એને ઈ આખતા આતા, આપહાન મોઠા દુ:ખ ઉચકીન પોરમેહેરા રાજ્યામાય પ્રવેશ કોઅરા પોડી.
આમી આંય તુમહાન પોરમેહેરા એને ચ્યા સદા મોયા વચનાલ હોઅપી દેતહાવ, જીં તુમહાન બોરાહામાંય મજબુત કોય હોકહે, એને પોરમેહેર તુમહાન તાબો દેઅરી જ્યાહાન દેયના વાયદો ચ્ચાય ચ્ચા બોદા લોકહાન કોઅલો હેય, જો ચ્ચા કોયન પવિત્ર કોઅલે ગીઅલે હેય.
કા ચ્ચા અંધકાર માઅને ઉજવાડા એછે, એને સૈતાના ઓદિકારા ઇહિને પોરમેહેરાએછે ફિરે, એને પોતાના પાપહા પોરમેહેરા પાયને માફી મિળવે, એને ચ્ચા લોકહા હાતે યોક જાગો મિળવે જ્યા યાહાટી પવિત્ર કોઅલા ગીયહો કાહાકા માયેવોય બોરહો કોઅતાહા.
કાહાકા જોવે યોક માઅહા પાપહાલીદે બોદા લોક મોઅઇ ગીયા, બાકી ચ્યા પરિણામ કોલહાક વોદારી લોકહાય પોરમેહેરા સદા મોયા એને ન્યાયપણા વરદાન વોદારી મિળી, ચ્યે ઈસુ ખ્રિસ્તાકોય અનંતજીવન મિળવી, એને ચ્ચાઆરે રાજ્ય કોઅરી.
કાહાકા માઅહા પાપી સ્વભાવા લીદે જીં કામ મૂસા નિયમ નાંય કોઅય હોક્યા, ચ્યાલ પોરમેહેરાય પુરાં કોઅયા, એટલે પોરમેહેરાય પોતાના પોહો ઈસુ ખ્રિસ્તાલ માઅહા હારકા પાપી શરીરા સમાનતામાય આપહે પાપહા બલિદાન ઓઅરાહાટી દોવાડયો, એહેકેન પોરમેહેરાય ખ્રિસ્ત ઈસુ શરીરાકોય પાપા શક્તિલ તોડી દેના.
બાકી જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “જીં કોયદિહી ડોળહાકોય નાંય દેખાયાહા, એને કોયદિહી કાનાહાકોય નાંય વોનાયાહા એને કાદાય ચ્ચે વસ્તુહુ બારામાય વિચારબી નાંય કોઅલો, તી બોદા પોરમેહેરાય ચ્યાહાહાટી, જ્યેં પોરમેહેરાવોય પ્રેમ કોઅતેહે, તિયાર કોઅલા હેય.”
કાહાકા, જ્યેં રીતે આમા ખ્રિસ્તા કોલહાક દુ:ખાહામાય સહભાગી હેય, ચ્યેજ રીતે ખ્રિસ્તાથી આમહાન વોદારે દિલાસો મિળતો રોય.
એને આમહે આશા તુમહે બારામાય મજબુત હેય, કાહાકા આમા જાંઅતેહે, કા જ્યેં રીતે તુમા આમે દુ:ખહામાય ભાગીદાર હેય, તેહેકેનુજ તુમા આમહે દિલાસામાયબી ભાગીદાર ઓઅહા.
કાહાકા તુમા ખ્રિસ્તાઆરે યોક હેય, તે આમી તુમા આબ્રાહામા કુટુંબા હેતા, એને તુમા પોરમેહેરા દેનલા વાયદાનુસાર બોરકાતે વારીસ બોની ગીયહા.
યાહાટી આમી આપા ગુલામ નાંય હેય, બાકી પોરમેહેરા પોહેં બોની ગીઅલે હેય, યાહાટી, જો આપા પોરમેહેરા પોહેં હેય, તે તો આપહાન તી બોદા કાય દી જીં કાય ચ્યાપાય ચ્યા પોહહાહાટી હેય.
એને પોરમેહેરા યોજના ઈ હેય, ઈસુ ખ્રિસ્તા હારી ખોબારે લીદે એકતામાય રોઅના લીદે ગેર યહૂદી લોક યહૂદી લોકહા બોરકાતમાય, એને યોક શરીરા ભાગ એટલે ખ્રિસ્તા મંડળી, એને પોરમેહેરાય યહૂદી લોકહાઆરે કોઅલા વાયદાહા ભાગી બોની.
કાહાકા તુમા ખ્રિસ્તાવોય બોરહો કોએ ઓલહાંજ નાંય બાકી ચ્યાહાટી દુઃખબી બોગવે ઓહડી સદા મોયા તુમહાવોય પોરમેહેરાય કોઅલી હેય કાહાકા તુમા ચ્ચાવોય બોરહો કોઅતેહે.
મા ઇચ્છા હેય કા આંય ખ્રિસ્તાલ જાંઉ ચ્ચા મોઅલા માઅને પાછા જીવતા ઓઅના સામર્થ્યાલ અનુભવ કોઉ એને મોરણામાય ચ્ચા હારકા બોનીન એને ચ્ચા દુઃખા ભાગીદાર બોની જાંઉ.
આમી આંય તુમહેહાટી જીં દુઃખ બોગવી રોયહો, ચ્યા લીદે આંય ખુશ હેતાઉ, એને આંય સાદા મા શરીરામાય દુઃખ સહન કોઅતાહાંવ જેહેકેન ખ્રિસ્તાય ચ્ચા શરીરાહાટી એટલે મંડળીહાટી સહન કોઅયા.
જેથી આપા ચ્યા અનંતજીવન વારસદાર બોનાહાટી આશા થોવી હોકજે, જીં પોરમેહેરાય ચ્યા લોકહાન દાંહાટી વાયદો કોઅલો હેય, એને ચ્યા આમહાન ખાત્રી હેય કાહાકા પોરમેહેરે આપહાન ચ્યા સદા મોયાકોય લાયકે બોનાડલે હેય કાહાકા તો આમહાન ચ્ચા સદા મોયાકોય ગુના વોગાર ઠોરવે.
તે હોરગા દૂત ઓઅના કાય ઉદેશ્ય હેય? હોરગા દૂત ચ્યા હેય જ્યા પોરમેહેરા સેવા કોઅતાહા, એને પોરમેહેર ચ્યાહાન ચ્યા લોકહા મોદાત કોરાહાટી દોવાડેહે, જ્યા તારણ મેળાવતાહા.
બાકી આમી યા દિહાહામાય ચ્યાય આમહે આરે પોતાના પોહા થી વાતો કોઅયો, ચ્યાજ કોઇન ચ્યે બોદા દુનિયા બોનાડ્યા, યાહાટી પોરમેહેરે ઓ નિર્ણયબી લેદો કા છેલ્લે બોદા કાય ચ્યાજ આધીન રોય.
યા લીદે પોરમેહેરેબી યોક કસમ લેદી, યાથી તો ચ્યા લોકહાન જ્યાહાન વાયદો કોઅલો ગીઅલો આતો ચોખ્ખેરીતે દેખાડાં માગતો આતો કા તો ચ્યાલ પુરાં કોઅરી જો ચ્યાય વાયદો કોઅલો હેય.
ઓ મા પ્રિય બાહાબોઅયેહેય વોનાયા, પોરમેહેરાય ચ્ચા લોકહાન નિવાડલા હેય, જ્યા યા દુનિયા નોજરેમાય ગરીબ હેય, યાહાટી કા બોરહામાય મિલકાતવાળા ઓઅઇ જાય એને ચ્ચા રાજ્યા વારસો બોને, જ્યાથી પોરમેહેરાય આપહે પ્રેમ કોઅનારાહાન દેયના વાયદો કોઅયોહો.
આમા ચ્યા મહાન બોરકાતેહેલ મેળવાહાટી વાટ જોવજેહે, જીં ચ્યાય આપહેહાટી તિયાર કોઇન હોરગામાય થોવલી હેય, જાં તી નાંય હોડે એને નાંય તી ખારાબ ઓએ, એને નાંય તી મિટાય જાય.
બાકી યા બારામાય ખુશ રા, કાહાકા તુમહાન ચ્યા દુ:ખાહામાય યોક ભાગ મિળ્યહો જ્યેં ખ્રિસ્તાલ મિળલે આતેં. યા લીદે, જોવે ખ્રિસ્ત બોદા લોકહાન પોતાની મહિમા પ્રગટ કોઅરાહાટી પાછો યેઅરી તે તુમહે આનંદ હાચ્ચોજ મોઠો રોઅરી.
જ્યા લોક વિજય મેળવી, ચ્યે મા પાઅને ઈ બોદી બોરકાત મેળવી, એને આંય ચ્યા પોરમેહેર રોહીં, એને તો મા પોહો રોય.
જ્યા લોક જીત મેળાવતાહા, ચ્યાલ આંય મા રાજગાદ્યે બાજુ માય રાજગાદ્યેવોય બોહરા ઓદિકાર દિહી, જેહેકેન આંય જાતે મા આબા આરે રાજગાદ્યેવોય બોહી ગીયહો.