24 આંય કોહડો દુઃખી માઅહું હેતાંવ, માન પોરમેહેરાપાઅને દુઉ કોઅનારા યા શરીરાપાઅને કું છોડાવી?
ધન્ય હેય જ્યેં, શોક કોઅતેહે, કાહાકા પોરમેહેર ચ્યાહાન ઈંમાત દેઅરી.
ધન્ય હેય ચ્યે, જ્યાહાન ન્યાયપણા જીવન જીવાહાટી મોઠી ઇચ્છા હેય, કાહાકા પોરમેહેર ચ્યાહાન તૃપ્ત કોઅરી.
પોરમેહેરા આત્મા માયેવોય ઉત્યહો, યાહાટી કા ચ્ચાય ગરીબાહાન હારી ખોબાર આખાહાટી અભિષેક કોઅયોહો. બંધનમાય પોડલાહાન છુટકા દાંહાટી, બોદા આંદળાહાન દેખતા કોઅરાહાટી એને બોદા દાબાય રોઅલાહાન છોડાવાહાટી ચ્ચાય માન દોવાડયોહો.
કાહાકા આપા જાંઅજેહે કા આપહે જુનો પાપી સ્વભાવ ઈસુ ખ્રિસ્તાઆરે હુળીખાંબાવોય ચોડવી દેનલો ગીયો, જેથી આપહે શરીરામાય પાપા સ્વભાવ નાશ ઓઅય જાય, એને આપા પાછે પાપા ગુલામ નાંય રોજે.
કાહાકા જો તુમા પાપી સ્વભાવાનુસાર જીવન જીવહા તે પોરમેહેરાપાઅને દુઉ ઓઅય જાહા, એને જો તુમા પવિત્ર આત્મા સામર્થ્યાકોય પાપી સ્વભાવા ઇચ્છાકોય જીવન જીવના બંદ કોઅય દાહા, તે તુમા જીવતે રાહા.
કાહાકા પવિત્ર આત્મા જીં આપહાન ઈસુ ખ્રિસ્ત પાઅને મિળહે, તુમહાન અનંતજીવન દેઅરી, એને તુમહાન પાપા એને મોરણા માઅને છોડવેહે.
એને ફક્ત ચ્યા બોનાડલી બોદી દુનિયાજ નાંય, બાકી આપાબી, જ્યાહાય પવિત્ર આત્મા પોરમેહેરા પેલ્લી વસ્તુ હારકા મિળ્યાં, આપાબી ચ્યા સોમાયા વાટ જોવી રીયહે કા જોવે આપહાન પોરમેહેરા પોહેં બોનાહાટી પોરમેહેર ઉઠાવી લી એને આપહે શરીરાલ બોદા ખારાબ કામહા પાઅને બોચાવી.
યેજ રીતેથી પવિત્ર આત્માબી આપહે મોદાત કોઅહે, જોવે આપહે પોરમેહેરાવોય બોરહો કમજોર હેય, કાહાકા આપા નાંય જાંઆજે કા પ્રાર્થના કોઅયેહે રીતેથી કોઅરા જોજે, બાકી પવિત્ર આત્મા આપહેહાટી પોતે એહેકેન લાગણી થી વિનાંતી કોઅહે, જીં આપા શબ્દાહા કોય આખી નાંય હોકજે.
જોવે તુમહાય ખ્રિસ્તાવોય બોરહો કોઅયો, તોવે તુમહે સુન્નત માઅહાકોય નાંય કોઅલા ગીયા, બાકી તી સુન્નત ખ્રિસ્તા લીદે જાઈ જ્યાકોય તુમહે પાપી સ્વભાવાલ દુઉ કોઅયો.
પ્રભુ માન બોદા કાવત્રા માઅને બોચાવી રાખરી એને માન ચ્યા હોરગ્યા રાજ્યામાય હારી રીતે સાંબાળીન લેય જાય, ચ્યા મહિમા સાદામાટે ઓઅતી રોય. આમેન.
ઓ ઈસુ ખ્રિસ્ત આપહેહાટી મોઅઇ ગીયો, જેથી આપહાન બોદા પાપાહામાઅને તારણ કોઇ હોકે, એને શુદ કોઇન આપહાન ચ્યા ખાસ લોક બોનાડી લેય, જ્યેં હારેં કામે કોઅરાહાટી મોઠી ઇચ્છા રાખતેહેં.
એને ચ્યે રીતે જ્યેં મોતા દાકના જીંદગ્યે લોગુ ગુલામાહા હારકે રોતે આતેં, પ્રભુ ઈસુય ચ્યા બોદહાન છોડાવી લેદા.
પોરમેહેર ચ્યાહા ડોળામાઅને બોદે આહાવે નુસી ટાકી, એને મોત પાછે નાંય ઉસબી, નાંય દુઃખ, નાંય રોડના, નાંય કાયબી પીડા રોઅરી, કાહાકા જુના દુનિયા બોદ્યો વસ્તુ પારવાય ગીયહો.”