3 આમા જાંઅજેહે કા, આપા બોદા જોલા લોકહાય ઈસુ ખ્રિસ્તામાય બાપતિસ્મા લેદા તે આપા ચ્યાઆરે મોઅઇ ગીયે.
યાહાટી તુમા જાં, બોદી જાત્યે લોકહાન શિષ્ય બોનાડા, એને પિતા, એને પુત્ર, એને પવિત્ર આત્મા નાવાકોય ચ્યાહાન બાપતિસ્મા દા,
ઈ વોનાયને ચ્યાહાય પ્રભુ ઈસુવા નાવામાય બાપતિસ્મા લેદા.
પિત્તરે ચ્યાહાન આખ્યાં કા, “પાપ કોઅના બંદ કોઆ, એને તુમહેમાઅને બોદા જાંઆ તુમહે પાપહા માફી મેળવાહાટી ઈસુ ખ્રિસ્તા નાંવે બાપતિસ્મા લાં, તોવે તુમહાન પવિત્ર આત્મા દાન મિળી.
કાહાકા પવિત્ર આત્મા આમી લોગુ ચ્યાહામાઅને કાદાવોય નાંય યેનેલ, કાહાકા ચ્યાહાય તે પ્રભુ ઈસુ નાવામાય બાપતિસ્મા લેદલા આતા.
તુમા જાંઅતેહે કા જોવે તુમા કાદા ગુલામ બોની જાતહેં તોવે તી માઅહું તુમહે દોણી બોની જાહે, ઓઅય હોકે તુમા પાપા ગુલામ ઓઅય હોકતેહેં જીં મોરણા એછે લેય જાહે, યા તુમા પોરમેહેરા આગના પાળી હોકતેહેં જીં ન્યાયી જીવના એછે લેય જાહે.
યાહાટી જો આમા ખ્રિસ્તાઆરે મોઅઇ ગીયે, તોવે આમે બોરહો ઓ હેય કા ચ્યાઆરે જીવહું બી.
ઓ વિસ્વાસી બાહાહાય, આંય નિયમ જાંઅનારાહાલ આખહુ, કા જાવ લોગુ માઅહું જીવતા રોહે, તાંઉલોગુ ચ્યાવોય નિયમ પાળના રોહે.
મૂસા નિયમથી ચ્યાહાન શિષ્યહા હારકા, ચ્યા બોદહાન વાદળાં એને દોરિયામાય બાપતિસ્મા દેનલા ગીયા.
કાહાકા આપાબી કું યહૂદી, કું ગેર યહૂદી, કું ગુલામ, કું સુટા આપા બોદે યોકુજ આત્માકોય બાપતિસ્મા લેઈને યોકુજ શરીર બોની ગીયે, આપા બોદહાય યોકુજ આત્મા પામલા હેય.
જો મોઅલાહાન પાછા જીવતા નાંય કોઅલા જાતા, પાછે કોલહાક લોક જ્યા મોઅઇ ગીઅલા હેય, ચ્ચાહાહાટી બાપતિસ્મા લેતહેં ચ્ચાહા કાય ઓઅરી? જો મોઅલા લોક પાછા જીવતા ઓએજ નાંય, તે પાછે ચ્યે કાહા ચ્ચાહાટી બાપતિસ્મા લેતહેં?
તુમા હાચ્ચાંજ જાંઅતેહે કા તુમા પોતે પોરમેહેરા દેવાળા હેય, એને પોરમેહેરા આત્મા તુમહામાય વાસ કોઅહે.
તુમહે અભિમાન કોઅના હારાં નાંય હેય, “તુમા નોક્કીજ જાંઅતેહે કા, બાકી યોક માઅહું મંડળીમાય વ્યબિચાર કોઅનારો ઓરી, એને ચ્ચાલ મંડળી માઅને કાડી નાંય ટાકે તે વાયજ ખમીર બોદા લોંદાલ ખમીર બોનાવી દેહે.”
તુમા નોક્કીજ જાંઅતેહે કા તુમહે શરીર દેવાળા હેય જ્યામાય પવિત્ર આત્મા રોહે, એને પવિત્ર આત્મા જીં તુમહાન પોરમેહેરા પાયને મિળલા હેય, તી તુમહામાય વોહતી કોઅહે, એને તુમા પોરમેહેરા હેય.
તુમા નોક્કી જાંઅતેહે, કા અન્યાય કોઅનારા લોક પોરમેહેરા રાજ્યા વારીસ નાંય ઓઅરી, છેતરાયાહા મા, વેશ્યાયેહે આરે શારીરિક સબંધ રાખનારો, મુર્તિપુજા કોઅનારે, પારકી થેઅયેઆરે શારીરિક સબંધ બોનાડનારા, લુચ્ચા, માટડાહા આરે માટડા શારીરિક સબંધ બોનાડનારા,
તુમા નોક્કીજ જાંઅતેહે કા દેવાળામાય કામ કોઅનારા માટડાહાન દેવાળામાઅને ખાઅના મિળહે, એને હાં, જ્યા લોક વેદ્યેવોય બલિ ચોડાવતાહા, ચ્યાહાન તાઅને ભાગ મિળહે.
આપહાન તેહેકેન તી બોદા કોઅરા જોજે, જ્યાકોય આપા પોરમેહેરાલ ખુશ કોઅય હોકજે, જેથી આપહાન અનંતકાળા તારણા ઇનામ મીળે.
ઈ એઅરાહાટી તુમા પોતપોતાને પારખા, કા તુમહે બોરહો હાચ્ચો હેય કા નાંય, પોતપોતાને પારખા, કાય તુમા પોતાના બારામાય ઈ નાંય જાંએત, કા ઈસુ ખ્રિસ્ત તુમહેમાય હેય? જો નાંય તે તુમા લોક નોકામ્યા નિંગ્યહા.
એને જોવે તુમા ઈસુ ખ્રિસ્તામાય બાપતિસ્મા લેય રીઅલા આતા, તે તી યે પરમાણે આતાં કા તુમહાય ઈસુ ખ્રિસ્તાલ ચ્યે રીતે થોવલો આતો જેહેકેન તુમહાય નોવે ડોગલેં પોવલે આતેં.
ઓ વિશ્વાસઘાત કોઅનારા લોકહાય, કાય તુમા નાંય જાંએતકા યા દુનિયાઆરે મિત્રતા કોઅનાથી પોરમેહેરાઆરે આડાઇ કોઅના હેય? યાહાટી જો કાદો યા દુનિયા મિત્ર ઓરા માગે, તો પોતે પોરમેહેરા આડો બોનાડેહે.
ઈ બાપતિસ્મા નિશાણી હેય, જો આમી તુમહે તારણ કોઅહે, બાપતિસ્મા મોતલાબ શરીરા મળ દોવના નાંય, બાકી શુદ્ધ રુદયાથી પોતાનાલ પોરમેહેરાહાટી સમર્પિત કોઅના હેય. ઈ બાપતિસ્મા ઈસુ ખ્રિસ્તા મોઅલા માઅને પાછા જીવતા ઓઅનાથી આમહે તારણ કોઅહે.