20 જોવે તુમા પાપા ગુલામ આતેં, તોવે તુમહામાય ન્યાયી કામ કોઅના કાયજ ઇચ્છા નાંય આતી.
કાદાબી માઅહું યોકાજ સમયે બેન દોણહ્યા ચાકરી નાંય કોએ, કાહાકા તો યોકા વિરુદ કોઅરી ને બિજાલ પ્રેમ કોઅરી, નાયતે યોકા આરે હારો ચાલી, એને બિજા આરે નાંય હારો ચાલી, તુમા પોરમેહેરા એને મિલકાત યા બેન્યાહા ચાકરી આરેજ નાંય કોઅઇ હોકે.
ઈસુવે ચ્યાહાન જાવાબ દેનો, “આંય તુમહાન હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, જીં માઅહું પાપ કોઅહે તી પાપા તાબામાંય હેય.