17 તુમા પેલ્લા પાપા ગુલામ આતેં, બાકી આમી તુમા ચ્યા શિક્ષણા પાલન કોઅતેહે, જીં તુમહાન હિકાડયાં, યાહાટી આંય પોરમેહેરા ધન્યવાદ કોઅતાહાંવ.
ઈ વોનાઈન યહૂદી વિસ્વાસી ઠાવકાજ રિયા, એને પોરમેહેરા સ્તુતિ કોઇન આખ્યાં, “તોવે તો ગેર યહૂદીયાહાલ બી પોરમેહેરે અનંતજીવનાહાટી પાપ કોઅના બંદ કોઅના એને ઈસુ ખ્રિસ્ત વોય બોરહો કોઅરા દાન દેનલા હેય.”
રોમ શેહેરામાઅને કોલહાક વિસ્વાસ્યા વોનાયા આમા તાં યેય રીયહા એને ચ્યા આમહાન મિળાં એને આમહાન રોમ લેય જાંહાટી અપ્પિયુસ ગાવા બાજાર એને તીન-સરાઈ નાંવા જાગાહુદુ યેના. ચ્યાહાન દેખીન પાઉલે પોરમેહેરા ધન્યવાદ કોઅયા એને બોજ ઉસરાય ગીયો.
ચ્યા ઈસુ ખ્રિસ્તાય માન પોરમેહેરા પ્રેષિત ઓઅના ઓદિકાર દેનો, જેથી બોદી જાતી લોક ચ્યાવોય બોરહો કોઅય એને ચ્યા આગના માને.
પેલ્લા આંય તુમા બોદહાહાટી ઈસુ ખ્રિસ્તાકોય આપહે પોરમેહેરા ધન્યવાદ કોઅતાહાંવ, કાહાકા ઈસુ ખ્રિસ્તાવોય તુમહે બોરહો કોઅના બારામાય બોજ લોક વાત કોઅય રીઅલા હેય.
ખ્રિસ્તાય માકોય જીં કોઅયા તી આખાહાટી માન ઈંમાત હેય, કા આંય ગેર યહૂદી લોકહાન પોરમેહેરા વાતહે પાલન કોઅરાહાટી સક્ષમ હેતાંવ, જોવે ચ્યા મા શબ્દ વોનાયા એને મા કામહાલ દેખ્યા તોવે ચ્યાહાય ખ્રિસ્તાવોય બોરહો કોઅયો.
બાકી આમી પ્રગટ ઓઇન સનાતન પોરમેહેરા આગનાકોય ભવિષ્યવક્તાહાય જ્યો વાતો પવિત્રશાસ્ત્રમાય લોખ્યો, ચ્યેહેકોય બોદી જાત્યે લોકહાન હારી ખોબાર આખલી ગીયી, કા બોરહો કોએ એને ચ્ચા આગના માને.
બાકી જ્યેં સ્વાર્થી હેય એને હાચ્ચાયેલ નાંય માને, બાકી ખારાબ કામ કોઅતેહે, ચ્યાહાવોય પોરમેહેરા ગુસ્સો એને કોપ પોડી.
પોરમેહેરાય તુમહાન ઈસુ ખ્રિસ્તાઆરે મેળવી લેયના લીદે, તુમહાન પોરમેહેરા પાઅને બોજ સદા મોયા મિળલી હેય, યાહાટી આંય પોરમેહેરાલ સાદા ધન્યવાદ કોઅતાહાંવ.
યાહાટી ઓ બાહાહાય, જો આંય તુમહેપાય યેયન જુદી-જુદી ભાષામાય વાતો કોઉ, તે માન ચ્યા કાય ફાયદો ઓઅરી? બાકી જો આંય તુમહેહાટી પ્રકાશન કા ખાસ જ્ઞાન કા પોરમેહેરા વચન કા શિક્ષણ દાવ, તે તી તુમહેહાટી ફાયદા ઓઅરી.
બાકી પોરમેહેરા ધન્યવાદ ઓઅય, જો ખ્રિસ્તમાય આમહે સબંધા લીદે, કાયામ આમહેહાતે ચાલહે એને આમહાન વિજય મેળવી દેહે, એને આમી તો આમહાન યોક મીઠાં અત્તારા હારકા, બોદે જાગે ખ્રિસ્તા જ્ઞાનને ફેલાવાહાટી આમહે ઉપયોગ કોઅહે.
તે આંય તુમહેહાટી સાદા પોરમેહેરા ધન્યવાદ કોઅતાહાંવ, એને આંય જોવેબી પ્રાર્થના કોઅતાહાંવ મા પ્રાર્થનામાય તુમહાન યાદ કોઅતાહાંવ.
એને જેહેકેન આનંદ તુમહે લીદે આમહાન પોરમેહેરા હામ્મે જાયો, ચ્યાહાટી આમા પોરમેહેરા આભાર કેહેકેન માની હોકજે?
ઓ વિસ્વાસી બાહાહાય, આમહાન તુમહે લેદે સાદા પોરમેહેરા ધન્યવાદ બોદા સમાયે કોઅરા જોજે, એને એહેકેન કોઅના આમહેહાટી હારાં હેય, કાહાકા ઈસુ ખ્રિસ્તાવોય તુમહે બોરહો બોજ વોદી રિઅલો હેય, એને તુમા યોક બિજાવોય બોજ પ્રેમ કોઅતાહા.
જ્યો હાચ્યો વાતો તું મા પાઅને વોનાયો, ચ્યેહેન તો નમુના રુપામાય બોનાવી રાખ, ઈ બોરહાકોય એને પ્રેમાકોય કોઓ કાહાકા તું ઈસુ ખ્રિસ્તાઆરે એકતામાય હેય.
આંય જોવેબી મા પ્રાર્થનાયે માય તુલ યાદ કોઅતાહાંવ, તે આપહે પોરમેહેરાલ સદા ધન્યવાદ દેતાહાવ.
બોરહો કોઅના લીદેજ આબ્રાહામ નાંવા માઅહું પોરમેહેરાય ચ્યાલ યોકે જાગે જાંહાટી હાદ્યો, આગના માનીન તો ચ્યા જાગાએસે નિંગી ગીયો જ્યાલ પોરમેહેર ચ્યાલ વારસામાય દેનારો આતો. આબ્રાહામ ઈ નાંય જાંઅતો આતો, કા કેછ જાતહાવ, તેરુંબી તો ચ્યે જાગે જાંહાટી નિકળ્યો.
એને યોક વોખાત પરિપૂર્ણ બોન્યા પાછે ચ્યા બોદહાહાટી જ્યેં ચ્યા આગના પાળતેહે, તો અનંત તારણા કારણ બોની ગીયો.
કાહાકા હાચ્ચાયે પાલન કોઅનાથી તુમહાન તુમહે પાપહાથી શુદ્ધ કોઅય દેનહા, આમી તુમહાય પોતાના આર્યા વિસ્વાસ્યાહાવોય નિષ્કપટતાથી પ્રેમ કોઅરા જોજે. યોક બિજાવોય આનંદથી બોઆયને એને પુરા મોના થી પ્રેમ કોઅના ચાલુ રાખા.
બાકી તુમા પોરમેહેરા નિવાડલા લોક, એને ચ્યા યાજક હેતા, જો રાજા હેય, તુમા લોક પોરમેહેરાહાટી સમર્પિત એને ચ્યા ખાસ લોક હેતા. ચ્યે તુમહાન આંદારામાઅને પોતાના અદભુત ઉજવાડામાય હાદ્યાહા, એટલે તુમા ચ્યા અદભુત કામહા ઘોષણા કોઅય હોકે.
ઓ થેઅયેહેય, તુમા પોત-પોતાના માટડાહા આધીનમાય રોજા, એટલે જો યાહામાઅને કાદો ઓહડો રોય જો પોરમેહેરા વચનાવોય બોરહો નાંય કોઅતો ઓરી,
કાહાકા ન્યાય કોઅના સમય યેય ગીયહો, કા પેલ્લો પોરમેહેરા લોકહા ન્યાય કોઅલો જાય, એને જોવેકા તો પેલ્લો આમા વિસ્વાસ્યાહા ન્યાય કોઅરી, યાહાટી ચ્યે ભયાનક વસ્તુહુ બારામાય વિચારા જીં ચ્યા લોકહાઆરે ઓઅરી જ્યા ચ્યે હારી ખોબારેલ નાંય માનેત જીં ચ્યા પાયને યેહે.
આંય બોજ આનંદિત જાયો, જોવે આંય વોનાયોકા તો કોલહેક પોહેં ચ્યે હાચ્ચાયે પાલન કોઇન જીવી રીયહે, જ્યાહાલ આમહે પોર મેહેર આબહે આમહાન કોઅરા આગના દેનહી.
કાહાકા જોવે કોલહાક વિસ્વાસી બાહાહાય યેયન, આમહાન આખ્યાં, કા તું પોરમેહેરા હાચ્ચાયે વાતહે નુસાર જીવી રિઅલો હેય. એને જ્યાવોય તું હાચ્ચાંજ ચાલતોહો, તે આંય બોજ આનંદિત ઓઈ ગીયો.