5 એને આશા થી શરામ નાંય ઓઅય, કાહાકા પોરમેહેરાય આપહાન પવિત્ર આત્મા દેનલા હેય ચ્યાકોય પોરમેહેરા પ્રેમ આપહે મોનામાય બાઆલા હેય.
એને જ્યા સુન્નત કોઅલા યહૂદી વિસ્વાસી લોક પિત્તરા આરે યેનલા આતા, ચ્યા બોદાજ નોવાય પામ્યા કા ગેર યહૂદી લોકબી પવિત્ર આત્માકોય બાઆય ગીયા.
પોરમેહેર આખહે, કા છેલ્લા દિહાહામાય એહેકેન ઓઅરી, કા આંય મા આત્મા બોદા માઅહાલ દિહી, એને તુમહે પોહા એને તુમહે પોહયો ભવિષ્યવાણી કોઅરી, એને તુમહે જુવાન્યે દર્શન એઅરી, એને તુમહે ડાયા હોપને એઅરી.
આમી તો હોરગામાય પોરમેહેરા જમણા આથા મોઠા માનાપાના જાગાવોય બોઠલો હેય, એને આબહાય ઈસુલ પવિત્ર આત્મા દેના જેહેકેન ચ્યાય વાયદો કોઅલો આતો, એને ઈસુય પવિત્ર આત્મા આમહાન દેનલા હેય, જેહેકેન કા આજે તુમા એઅતેહે એને વોનાતેહે.
ઈ પત્ર રોમ શેહેરામાય રોનારા બોદા વિસ્વાસી લોકહાહાટી લોખતાહાવ, જ્યાહાવોય પોરમેહેર પ્રેમ કોઅહે, એને પોરમેહેરા પવિત્ર લોક બોનાહાટી પોસંદ કોઅલા હેય, આમહે પોરમેહેર આબહો એને પ્રભુ ઈસુ ખ્રિસ્તાપાઅને તુમહાન સદા મોયા એને શાંતી મિળતી રોય.
આપા જાંઅજેહે કા જ્યા લોક પોરમેહેરાવોય પ્રેમ કોઅતાહા, ચ્ચાહાહાટી બોદ્યો વાતો મિળીન હારાંજ ઓઅહે, એટલે ચ્ચાહાહાટી જી પોરમેહેરા ઇચ્છા નુસાર પોસંદ કોઅલા હેય.
જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “એઆ, આંય યેરૂસાલેમ શેહેરામાય યોક ઓહડો દોગાડ થોવહું, જ્યાથી લોક ઠોકાર લાગીન પોડી જાય, એને જો કાદો ચ્યાવોય બોરહો કોઅરી, તો શરમિંદા નાંય ઓઅરી.”
બાકી જો કાદાં પોરમેહેરાલ પ્રેમ કોઅહે, તે પોરમેહેર ચ્યાલ જાંઅહે.
પ્રભુ ઈસુ ખ્રિસ્તા સદા મોયા એને પોરમેહેરા પ્રેમ એને પવિત્ર આત્મા સંગતી તુમહે બોદહાઆરે ઓઅતી રોય.
બાકી જોવે આપા બોદા યોક આરહા હારકા પોરમેહેરા મહિમાયેલ ઓહડા મુયહાલ દર્શાવતેહે જ્યાહાવોય પોડદો નાંય પોડ્યહો, તે પોરમેહેર આમહાન વોદતી રોયલ્યે મહિમાયેમાય વોદારે ને વોદારે પોતાના હારકા બોનાડેહે, ઈ પ્રભુ કામ હેય, જીં પવિત્ર આત્મા હેય.
યાહાટી કા પોરમેહેરે આખ્યાં, “આંદારામાઅને ઉજવાડો ચમકે,” એને પોરમેહેરે ઉજવાડા હારકા આમે રુદયામાય હોમાજ દેની, એટલે આમા પોરમેહેરા મહિમાયેલ એઇ હોકજે, જીં ઈસુ ખ્રિસ્તમાય દેખાયેહે.
એને આમી આપા ચ્યા પોહેં હેય, કાહાકા પોરમેહેરાય ચ્યા પોહા આત્માલ આપહે રુદયામાય દોવાડલા હેય, જીં આત્મા પોરમેહેરાલ “ઓ અબ્બા, ઓ પિતા” આખીન હાત કોઅહે.
બાકી પવિત્ર આત્માકોય યા ગુણ ઉત્પન ઓઅતાહા, ચ્ચા યા હેય, પ્રેમ કોઅના, આનંદામાય રોઅના, શાંતીમાય રોઅના, ધીરજ રાખના, એને દયા કોઅના, એને હારેં કામે કોઅના, ઈમાનદારીકોય રોઅના,
તુમહે આરેબી એહેકેનુજ જાયા, જોવે તુમહાય હાચ્ચાયે ખોબાર, એટલે તારણ દેનારી હારી ખોબાર વોનાયા, તોવે તુમહાય ખ્રિસ્તાવોય બોરહો કોઅયો, એને પોરમેહેરાય પોતે કોઅલા વાયદાનુસાર પવિત્ર આત્મા દેયન, તુમહાવોય ચ્યા હક્કા મોહર લાવી.
તુમહે જીવન જીવના તરીકાકોય પોરમેહેરા પવિત્ર આત્માલ દુઃખી મા કોઅહા, પોરમેહેરાય પોતે કોઅલા વાયદાનુસાર પવિત્ર આત્મા દેયન, તુમહાવોય ચ્યા હક્કા મોહર લાવી.
મા ઈ બોજ ઇચ્છા એને આશા હેય કા આંય કોહડીબી પરિસ્થીતીમાય શરમિંદા નાંય ઓઉં, બાકી પેલ્લા હારકા આમીબી ખ્રિસ્તા બારામાય પ્રચાર કોઅના પુરી ઈંમાત ઓએ, ઓઅય હોકે, આંય જીવતો રોઉં કા મોઅઇ જાંઉ આંય મા પુરાં જીવનાકોય ખ્રિસ્તા મહિમા કોઅતો રોઉં.
યાહાટી જીં માઅહું યા નિયમાહાલ નાંય માને, તો માઅહા નિયમ નાંય, બાકી પોરમેહેરા નિયમ નાંય માને, જો તુમહાન ચ્યા પવિત્ર આત્મા દેહે.
આમા આપહે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખુદ, એને આપહે આબો પોરમેહેરાલ પ્રાર્થના કોઅજેહે, જ્યાંય આપહાન પ્રેમ કોઅયા, એને આપહાન અનંતકાળા દિલાસો એને હારી આશા દેનલી હેય.
યાહાટી આંય ઈહીં જેલેમાય બી દુઃખ બોગવી રિઅલો હેય, તેરુંબી લાજવાયુ નાંય, કાહાકા આંય ખ્રિસ્તાલ જાંઅતાહાંવ જ્યાવોય માયે બોરહો કોઅલો હેય, માન ખાત્રી હેય, ચ્યે હોપલા કામ ચ્યા દિહયા લોગુ જાવ પ્રભુ ઈસુ પાછો નાંય યેય તાંવ લોગુ હાચવી રાખી.
યાહાટી આપા પોરમેહેરાવોય પ્રેમ કોઅજેહે, કાહાકા પેલ્લા પોરમેહેરાય આપહાવોય પ્રેમ કોઅયા.