25 ઈસુ આપહે પાપહાહાટી મોઅઇ ગીયો, એને આપહાન ન્યાયી ઠોરવાહાટી પોરમેહેરાય ચ્યાલ મોઅલા માઅને પાછો જીવતો બી કોઅયો.
જેહેકોય કા આંય, માઅહા પોહો, બીજહા સેવા કોઅરાહાટી યા દુનિયામાય યેનો, યાહાટી નાંય યેનો કા બીજે મા સેવા કોએ, આંય ઘોણા લોકહાન ચ્યાહા પાપાહામાને છોડાવાહાટી પોતાનો જીવ દાં યેનો.”
પોરમેહેરા ઇચ્છા આતી કા ઈસુ ખ્રિસ્ત ચ્યા લોય વોવાડીન પાપહા પ્રાયચીત કોએ, જ્યા ફળ બોરહાકોય મિળહે, પોરમેહેરાય એહેકેન ચ્યા ન્યાયપણા સાબુત દેના, કાહાકા પોરમેહેરાય ચ્યા સહનશીલતા નુસાર પાછલા કાળામાય કોઅલા પાપહાન માફ કોઅય દેના, ચ્યાહા બારામાય પોરમેહેર ચ્યા ન્યાયપણા પ્રગટ કોઅય હોકે.
યાહાટી જેહેકેન યોક માઅહા પાપહાલીદે બોદા માઅહાન ડૉડ બોગાવના આગના મિળી, તેહેકેન યોક માઅહા ન્યાયી કામા લીદે બોદહાન પાપહા માફી એને અનંતજીવન મિળલા હેય.
કાહાકા માઅહા પાપી સ્વભાવા લીદે જીં કામ મૂસા નિયમ નાંય કોઅય હોક્યા, ચ્યાલ પોરમેહેરાય પુરાં કોઅયા, એટલે પોરમેહેરાય પોતાના પોહો ઈસુ ખ્રિસ્તાલ માઅહા હારકા પાપી શરીરા સમાનતામાય આપહે પાપહા બલિદાન ઓઅરાહાટી દોવાડયો, એહેકેન પોરમેહેરાય ખ્રિસ્ત ઈસુ શરીરાકોય પાપા શક્તિલ તોડી દેના.
એને જો ખ્રિસ્ત નાંય જીવતો જાયહો તે પાછે, તુમહે ખ્રિસ્તાવોય બોરહો કોઅના બી નોકામ્યા હેય, એને આમી લોગુ તુમા પાપહામાય જીવી રીઅલે હેય.
એને ખ્રિસ્ત યા લીદે મોઅયો, કા જ્યેં જીવતે હેય, ચ્યે આગલા પોતાલ ખુશ કોઅરાહાટી નાંય જીવે, બાકી ચ્યાહાહાટી જીવે જો ચ્યાહાહાટી મોઅયો એને જ્યાલ પોરમેહેરે મોઅલાહામાઅને પાછો જીવતો કોઅયો.
ખ્રિસ્ત જો પાપ વગર આતો, ચ્યાલ પોરમેહેરે આમહેહાટી પાપ કોઅઇ દેનો, એટલે આમા પોરમેહેરા નોજરેમાય ન્યાયી બોની હોક્યે કાહાકા ખ્રિસ્તાય આમહે પાપહા ડોંડ લેય લેદો.
આમહે પાપા લીદે પોરમેહેર એને આબા ઇચ્છાકોય ઈસુ ખ્રિસ્તાય પોતાલ આમે પાપહાહાટી બલિદાન કોઅય દેના જેથી આપા યા ચાલુ સમાયામાય દુનિયા લોકહા ખારાબ પ્રભાવાકોય બોચાવે.
ઈ એહેકેન હેય જેહેકેન કા આંય ખ્રિસ્તાઆરે હુળીખાંબાવોય મોઅઇ ગીયો, આંય તો નાંય હેય જો આમી જીવતો હેય, બાકી તો ખ્રિસ્ત હેય જો માંયેમાય જીવી રિઅલો હેય, જેહેકેન આમી આંય જીવી રિઅલો હેય, તે આંય પોરમેહેરા પોહો ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઇન જીવતો હેય, જો માન પ્રેમ કોઅહે કા ચ્યાય માંહાટી ચ્યા જીવ દેનો.
બાકી ખ્રિસ્તાય આપહાન ચ્યા હારાપામાઅને છુટકા કોઅયા જો નિયમાહાલ લેય યેહે, એને ખ્રિસ્ત પોતે આપહે હારાપ લેય લેઈને હુળીખાંબાવોય આપહે પાપહાહાટી બલિદાન ઓઅય ગીયો, જેહેકેન મૂસા નિયમમાય લોખલાં હેય, “હારાપી હેય તો જો હુળીખાંબાવોય માઆય ટાકલો જાહે.”
તુમા યોક બિજાવોય પ્રેમ કોઆ જેહેકેન ખ્રિસ્તાય આપહાવોય પ્રેમ કોઅયા, એને સુગંધિત બેટ એને બલિદાના હારકા પોરમેહેરાલ પોતાના જીવનાલ સમર્પિત કોઅયા.
ઓ ઈસુ ખ્રિસ્ત આપહેહાટી મોઅઇ ગીયો, જેથી આપહાન બોદા પાપાહામાઅને તારણ કોઇ હોકે, એને શુદ કોઇન આપહાન ચ્યા ખાસ લોક બોનાડી લેય, જ્યેં હારેં કામે કોઅરાહાટી મોઠી ઇચ્છા રાખતેહેં.
કાહાકા હર યોક મહાયાજક પાપહા માફ્યે હાટી બેટો એને બલિદાન ચોડાવના જરુરી હાટી ઠોરાવલા જાતહા, યાહાટી જરુરી હેય, કા આમહે મહાયાજકાપાયબી કાય ચોડાવનાહાટી રોય.
ચ્યેજ રીતેથી, ખ્રિસ્તાય યોકુજ વોખાત પોતે પોતાલ બલિદાના રુપામાય ચોડવી દેનો, એટલે તો બોદા માઅહા પાપહાલ દુર કોઅય દેય. જોવે તો બીજાદા યેઅરી, તોવે તો પાપાહાટી બલિદાન ઓરાહાટી નાંય યેઅરી, બાકી ચ્યાહા તારણાહાટી યેઅરી જ્યેં ચ્યા વાટ જોવી રીયહે.
ઈસુ ખ્રિસ્તાય જીં કાય આપહેહાટી કોઅયા, ચ્યા લીદે તુમા આમી પોરમેહેરાવોય બોરહો કોઅતાહા, જ્યાંય ઈસુ ખ્રિસ્તાલ મોઅલા માઅને પાછો જીવતો કોઅયો એને ચ્યાલ બોજ વોદારે મહિમા દેની, યાહાટી તુમા બોરહો કોઅતાહા એને પોરમેહેરામાય તુમહે આશા આમી મજબુત હેય.
તો પોતેજ આમહે પાપહાલ પોતાના શરીરાવોય લેયને હુળીખાંબાવોય ચોડી ગીયો, જ્યાથી આમા પાપહાહાટી મોઅયન ન્યાયપણાહાટી જીવન જીવજે, એને ચ્યા ઘાવહાથી આમા હારાં ઓઅય ગીયહા.
આંય ઈ યાહાટી આખતાહાવ, કાહાકા ઈસુ ખ્રિસ્તાયબી યોકુજ વોખાત આમહે પાપાહા લીદે દુઃખ વેઠયાં એને તો યોક ન્યાયી આતો તેબી આમે અન્યાયાહાહાટી મોઓઈ ગીયો, એટલે આમહાન પોરમેહેરાપાય લી યેય હોકે, તો શરીરા રુપામાય તે મોઓઈ ગીયો બાકી પવિત્ર આત્મા સામર્થ્યા થી પાછો જીવતો કોઅય દેનલો ગીયો.
આપહે પાપ કાડી ટાકાંહાટી, ખ્રિસ્ત યોક બલિદાન બોની ગીયો, એને કેવળ આપહેજ પાપહાહાટી નાંય, બાકી બોદા દુનિયા લોકહા પાપહાહાટી બી.
એને ઈસુ ખ્રિસ્તાપાઅને તુમહાન સદા મોયા એને શાંતી મીળે, જ્યા વચનાવોય બોરહો કોઅલો જાહે, ઓ તોજ ઈસુ હેય જો મોઅલાહામાઅને પાછો જીવતો ઓઅય ગીયો એને યે દોરતી બોદા રાજહા શાસક હેય. તોજ ઈસુ આપહેવોય પ્રેમ કોઅહે, તો આપહેહાટી મોઅઇ ગીયો એને ચ્યાય આપહે પાપહા ડૉડ રદ્દ કોઅય દેનલો હેય.
એને ચ્યે બલિદાન ઓઅલા ગેટા બારામાય ઈ નોવા ગીત આખા લાગ્યેં, “તું યે ચોપડ્યેં ખોલના, એને મોહર તોડાં લાયકે હેય, કાહાકા તુયે બલિદાન ઓઇન પોતા લોયેથી બોદા કુળહા એને બોદી ભાષા એને બોદી જાતી એને બોદા રાજ્યાહાથી લોકહાન પોરમેહેરાહાટી વેચાતે લેદલે હેય.
તોવે માયે ચ્યાહાન આખ્યાં, “ઓ માલિક, આંય નાંય જાંઆવ બાકી તું જાંઅતોહો.” પાછો ચ્યાય માન આખ્યાં, “યેં ઉજળેં ડોગલેં પોવલા ચ્યા લોક હેય જ્યાહાય બોજ મોઠા સતાવા અનુભવ કોઅલો હેય, ચ્યાહાય ગેટા લોયાકોય પોત-પોતાલ પોરમેહેરા નોજરેમાય શુદ્ધ બોનાવી લેદલા હેય.”