22 આબ્રાહામાલ પોરમેહેરાય જીં આખ્યાં ચ્યાવોય ચ્ચે બોરહો કોઅયો એને ચ્યાહાટી “પોરમેહેરાય ચ્યાલ ન્યાયી ઠોરવ્યો.”
કાહાકા પવિત્રશાસ્ત્રમાય આબ્રાહામા બારામાય લોખલાં હેય કા, “આબ્રાહામાલ પોરમેહેરાય જીં આખ્યાં ચ્યાવોય ચ્ચે બોરહો કોઅયો એને ચ્યાહાટી પોરમેહેરાય ચ્યાલ ન્યાયી ઠોરવ્યો.”
યેજ રીતે દાઉદ રાજા ઓહડા માઅહાલ ધન્ય આખહે, જ્યાલ હારેં કામે કોઅયા વોગાર પોરમેહેર ન્યાયી ઠોરવેહે.