રોમનોને પત્ર 4:17 - ગામીત નોવો કરાર17 જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “માયે તુલ બોજ જાત્યેહે આબહો ઠોરવ્યોહો” પોરમેહેરા નોજરેમાય આબ્રાહામ આપહે આબહો હેય, ચ્ચાય ચ્ચા પોરમેહેરાવોય બોરહો કોઅયો, જો પોરમેહેર મોઅલા માઅને પાછો જીવતો કોઅહે, એને જ્યો વાતો અસ્તિત્વામાય હેયેજ નાંય, ચ્ચેહે નાંવ એહેકોયન લેતહેં કા ચ્ચે અસ્તિત્વામાય હેય. အခန်းကိုကြည့်ပါ။ |
બોરહો કોઅના લીદેજ નોહા નાંવા માઅહાય ચ્યા યેનારા મહાપુરા બારામાય જો કોદહી ચ્યાય દેખ્યેલ નાંય, પોરમેહેરાથી ચેતાવણી મેળવીન આગના પાળીન પોતાના ગોરહયાન બોચાવાં હાટી જાહાજ બોનાડ્યા. ચ્યા બોરહા લીદે યા દુનિયા જ્યા લોક બોરહો નાંય કોઅતા આતા, ચ્યાહા નિંદા કોઅયી, બાકી તો ચ્યા ન્યાયપણાનો ઓદિકારી બોન્યો, જીં બોરહા આધારાવોય હેય.