9 એને જ્યેં ખારાબ કામ કોઅતેહે ચ્યા બોદા લોકહાવોય આબદા એને સંકટ યેઅરી. પોરમેહેર પેલ્લા યહૂદી લોકહા ન્યાય કોઅરી પાછે ગેર યહૂદી લોકહા ન્યાય કોઅરી.
યોક માઅહાલ કાય લાભ જોવે ચ્યાલ બોજ મિલકાત મીળે બાકી પોરમેહેરાઆરે હાચ્ચાં જીવન ગુમાવી દેય? યોક માઅહું પોરમેહેરાલ કાય દી હોકહે, જીં ચ્યા અનંતજીવન વેચાતાં લેય?”
એને યેરૂસાલેમ શેહેરાહીને લેયને તે બિજ્યે બોદયે જાત્યે લોકહાન પાપ છોડના એને પાપહા માફી ખોબાર, ચ્યાજ નાંવા માય કોઅયી.
ઈ વોનાઈન યહૂદી વિસ્વાસી ઠાવકાજ રિયા, એને પોરમેહેરા સ્તુતિ કોઇન આખ્યાં, “તોવે તો ગેર યહૂદીયાહાલ બી પોરમેહેરે અનંતજીવનાહાટી પાપ કોઅના બંદ કોઅના એને ઈસુ ખ્રિસ્ત વોય બોરહો કોઅરા દાન દેનલા હેય.”
“ઓ બાહાહાય, તુમા જ્યા આબ્રાહામા પીડી હેતા, એને પોરમેહેરા બિક રાખનારા ગેર યહૂદી લોકહાય, પોરમેહેરાય આપહે પાહી ઈસુ બારામાય ઓ સંદેશ દોવાડલો હેય જો લોકહાન બોચાડેહે.
બાકી યહૂદી એને ગેર યહૂદીયાહામાય ચેતાવણી દેતો રિયો, કા પાપ કોઅના બોંદ કોઇન પોરમેહેરાએછે ફિરે એને આમહે પ્રભુ ઈસુવોય બોરહો કોએ.
બાકી પેલ્લા દમસ્ક શેહેરા, પાછા યેરૂસાલેમ શેહેરા રોનારાહાલ, તોવે યહૂદી વિસ્તારા બોદા ઇલાકામાય એને ગેર યહૂદીયાહાલ માયે સંદેશ દેનો કા પાપ કોઅના છોડી દા એને પોરમેહેરાએછે ફિરીન એહેકેન જીવા કા લોકહાન ખોબાર પોડે તુમાહાય પાપ કોઅના બંદ કોઅઇ દેનહા.
તીન દિહયાહા પાછે ચ્યાય યહૂદી આગેવાનાહાન હાદ્યા, એને જોવે ચ્યા યોકઠા જાયા તોવે ચ્યાહાન આખ્યાં, “ઓ મા બાહાહાય, માયે પોતાના લોકહા વડીલાહા વ્યવહારા વિરુદમાય કાયજ નાંય કોઅયાહાં, તેરુંબી કૈદી બોનાડીન યેરૂસાલેમ શેહેરમાઅને રોમી ઓદિકાર્યાહા આથામાય હોઅપી દેના.
યાહાટી તુમા જાંઆ, કા પોરમેહેરા ઈ તારણા કાહાની ગેર યહૂદીયાહા પાય દોવાડલી ગીયહી, એને ચ્યે માની લી.
પોરમેહેરાય ચ્યા ચાકારાલ મોઅલા માઅને પાછો જીવતો ઉઠાડીન બોદહા પેલ્લા તુમહેપાય દોવાડયો, કા આપહે માઅને બોદહાલ ચ્યાહા પાપી જીવના માઅને ફેરવી લેયને પોરમેહેરા બોરકાત દેય.”
કાહાકા આંય ઈસુ ખ્રિસ્તા હારી ખોબાર આખાહાટી નાંય શરમાયુ, કાહાકા પોરમેહેર ચ્યા સામર્થ્યકોય ચ્યા બોદહા તારણ કોઅહે જ્યા હારી ખોબારેવોય બોરહો કોઅતેહે, શુરવાતમાય હારી ખોબારેવોય બોરહો કોઅનારા યહૂદી લોકહા પોરમેહેરે તારણ કોઅયા, એને આમી બોદી જાતી લોકહા તારણ કોઅહે.
બાકી તી માઅહું યહૂદી હેય કા ગેર યહૂદી ચ્ચામાય કાયજ ભેદ-ભાવ નાંય, કાહાકા પોરમેહેર બોદહા પ્રભુ હેય, એને જીં કાદાં પોતાના બોચાવાહાટી પોરમેહેરાવોય મોદાત માગાહાટી ચ્યાલ હાત કોઅહે, ચ્યા પ્રતિ તો ઉદાર હેય.
બાકી જીં હારાં કામ કોઅહે, ચ્યા બોદહાલ મહિમા એને આદર એને શાંતી મિળી, પેલ્લા યહૂદી લોકહાન પાછે ગેર યહૂદી લોકહાન.
કાદાબી આપહાન ખ્રિસ્તા પ્રેમા થી આલાગ નાંય કોઅય હોકે, નાંય વિપત્તી, નાંય ચ્યા બોનાડલી બોદી દુનિયા સંકટ, નાંય સતાવણી, નાંય દુકાળ, નાંય ગરીબી, નાંય જોખમ, કા નાંય તલવાર.
યાહાટી આપા યહૂદી લોકહાનુજ નાંય બાકી ગેર યહૂદી લોકહામાઅને બી નિવાડલા હેય.
આમી તુમહામાય કાયજ ભેદભાવ નાંય રિયો, નાંય યહૂદી, નાંય ગેર યહૂદી, નાંય ગુલામ, નાંય સુટા, નાંય માટડો એને નાંય થેએ, કાહાકા તુમા બોદા ઈસુ ખ્રિસ્તામાય યોક હારકે હેય.
યા લીદે, નાંય તે યુનાની લોક, નાંય યહૂદી, નાંય સુન્નત કોઅલા, નાંય ગેર યહૂદી, નાંય જંગલી, નાંય પારદેશી, નાંય ગુલામ, નાંય દોણી, યાહા વોચમાય કાયજ ભેદભાવ નાંય હેય, કેવળ બોદાંજ ખ્રિસ્ત હેય એને તો બોદાહામાય હેય.
કાહાકા પોરમેહેર સાદા હાચ્ચો ન્યાય કોઅહે, તો ચ્યાહાન યા બોદલો વાળી, જ્યેં માઅહે તુમહાન આબદા પાડતેહે.
કાહાકા ન્યાય કોઅના સમય યેય ગીયહો, કા પેલ્લો પોરમેહેરા લોકહા ન્યાય કોઅલો જાય, એને જોવેકા તો પેલ્લો આમા વિસ્વાસ્યાહા ન્યાય કોઅરી, યાહાટી ચ્યે ભયાનક વસ્તુહુ બારામાય વિચારા જીં ચ્યા લોકહાઆરે ઓઅરી જ્યા ચ્યે હારી ખોબારેલ નાંય માનેત જીં ચ્યા પાયને યેહે.