7 એને જ્યેં હારાં કામહામાય મજબુત બોની રોય એને મહિમા, એને આદર એને અમરતા હોદતેહેં, ચ્યાહાન પોરમેહેર અનંતજીવન દી.
એને જ્યેં ડાબી બાજુ હેતેં ચ્યે સાદામાટે અનંત નાશમાય જાય, બાકી ન્યાયી લોક અનંતજીવનામાય પ્રવેશ કોઅરી.”
જોવે તુમા ધીરજ રાખી રોહા, તોવેજ તુમહે જીવા બોચાવ ઓઅરી.”
બાકી હારી જમીનીમાય તે યે હેતેં, કા પોરમેહેરા વચન વોનાયને હારાં એને ચોખ્ખાં મોનાકોઈન માની લેતહેં, એને ચ્યે ધીરજથી ફળ દેતહેં.”
એને પેલ્લેથીજ વાડનારે કામ કોઇ રીઅલે હેય એને ચ્યાહા મજરી મેળવી રીઅલે હેય, એને ચ્યે યે હેય, ચ્યે ચ્યા લોકહાન બેગે કોઇ રીઅલે હેય જ્યેં અનંતજીવન મેળવી.
તુમા માયેવોય બોરહો નાંય કોઇ હોકે, કાહાકા તુમા યોકબીજા પાયને માન હોદતાહા, એને તુમા યોકુજ પોરમેહેરા પાયને માન મિળવા કોશિશ નાંય કોએત.
બાકી જીં હારાં કામ કોઅહે, ચ્યા બોદહાલ મહિમા એને આદર એને શાંતી મિળી, પેલ્લા યહૂદી લોકહાન પાછે ગેર યહૂદી લોકહાન.
કાહાકા પાપ કોઅના બોદલો મોરણ હેય, બાકી પોરમેહેરા વરદાન આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્તામાય અનંતજીવન હેય.
માન હારેકોય ખાત્રી હેય, કા જીં દુ:ખ આમી આપા બોગવી રીયહા તી દુઃખ તી મહિમા જીં પોરમેહેર આપહાન દેનારો હેય, ચ્યે મહિમા તુલના કોય આમન્યા દુઃખ કાયજ નાંય હેય.
ચ્યાય એહેકેન યાહાટી કોઅયા કા તો દયા કોઅલા લોકહાવોય ચ્યા મહિમા પ્રગટ કોઅરા માગતો આતો, જ્યાહાલ ચ્યાય પેલ્લાજ ચ્યા મહિમાહાટી તિયાર કોઅલા આતા.
તે એહેકેજ મોઅલા માઅને પાછા જીવી ઉઠના બી ઓઅરી, જ્યા શરીરાલ ચ્યે ડાટી દેતહેં તી ઓહડા શરીર હેય જીં હોડી જાહાય, બાકી જોવે તી પાછા જીવી ઉઠી તે ઓહડા શરીર રોય જીં કોવેજ નાંય હોડી હોકે.
ઓ વિસ્વાસી બાહાહાય, યે દોરતીવોય આપહે શરીર માહાં એને લોયાકોય બોનલા હેય, આપા હોરગામાય પોરમેહેરા રાજ્યામાય આપહે યા શરીરાઆરે વોહતી નાંય કોઅય હોકહુ, જીં મોઅઇ જાહે, કાહાકા તાં કાય મોરણ નાંય હેય.
યાહાટી ઓ મા પ્રિય વિસ્વાસી બાહાહાય, તુમહે બોરહો કોઅનામાય મજબુત રા એને જુઠા શિક્ષણાકોય ભરમાય મા જાહા, એને પ્રભુહાટી જીં કામ તુમા કોઅતેહે ચ્યામાય સાદા બોજ હારાં પામાંહાટી કોશિશ કોઆ, કાહાકા તુમહાન ખાત્રી હેય, કા જીં કામ તુમા પ્રભુહાટી કોઅતેહે તી નોકામ્યા નાંય હેય.
આપા હારેં કામે કોઅરાહાટી ઈંમાત નાંય આરજે, કાહાકા જો આપા હારાં નાંય માનજે, તે પોરમેહેરા ઠીક સમાયાવોય ઇનામ મેળવુહુ.
જ્યેં માઅહે પ્રભુ ઈસુ ખ્રિસ્તાલ પ્રેમ કોઅતેહે, ચ્યા બોદહાવોય પોરમેહેરા સદા મોયા ઓઅતી રોય.
કાહાકા પોરમેહેરા ઇચ્છા આતી કા ચ્યા લોક ઈ જાંઆય લેય કા ખ્રિસ્તા મિલકાત એને મહિમા તુમા ગેર યહૂદી લોકહાહાટીબી હેય, એને મર્મ ઈ હેય: ખ્રિસ્ત તુમહામાય રોહોય, જો તુમહાલ ચ્ચા મહિમામાય ભાગીદાર ઓઅના આશા દેહે.
આમી અનંતકાળા રાજા, જો સાદા જીવતો હેય, જ્યાલ કાદાં એઅય નાંય હોકે, તો યોકુજ હાચ્ચો પોરમેહેર હેય, ચ્યાલ માન એને મહિમા યુગ-યુગ ઓઅતી રોય. આમેન.
બાકી આમી આપહે તારણારો પ્રભુ ઈસુ ખ્રિસ્ત યેય ગીયહો એને ચ્યેય આપહાન ચ્યા મોયા દેખાડલી હેય, ચ્યેય મોતા શક્તિલ નાશ કોઅય દેના એને આપહાન દેખાડયાં કા હારી ખોબારેકોય અનંતજીવન દેનલા હેય.
તુયે ચ્યાલ હોરગા દૂતહા કોઅતા વાયજ સમયાહાટી કમી રાખ્યોહો, તેરુંબી તુયે ચ્યાલ રાજા હારકા મહિમા એને આદર દેના એને ચ્યાલ પોતાના આથહા કામહાવોય ઓદિકાર દેનહો.
યાહાટી તુમા આળહયે નાંય બોને, બાકી, તુમા ચ્યા લોકહા દાખલા અનુસરણ કોઆ જ્યા પોતાના બોરહા એને ઘીરજા લીદે પોરમેહેરા વાયદાહાન મેળાવતેહે.
આબ્રાહામાય બોજ સમય લોગુ ઘીરજ રાખ્યાં પાછે વાયદા ફળ મેળવ્યા.
ખ્રિસ્તે આપહેઆરે જો વાયદો કોઅયો, તો અનંતજીવન હેય.