23 તું મૂસા નિયમ જાઅના લીદે ઘમંડ તે કોઅતોહો, બાકી ચ્યા નિયમાલ, નાંય પાળના લીદે કાય તું પોરમેહેરા અપમાન નાંય કોએ?
પોરૂષી ઉબો રોઇન પોતે મોનામાય ઓહડી પ્રાર્થના કોઅયી કા, ઓ પોરમેહેર, આંય તો આભાર માનહું, કા આંય બિજા માઅહા હારકો લોબી, જુલમી, વ્યબિચારી નાંય હેય, એને યા કર લેનારા હારકો નાંય હેતાઉ.
તુમા એહેકેન મા હોમજાહા કા આંય આબા હોમ્મે તુમહાવોય દોષ થોવહી, મૂસા નિયમશાસ્ત્ર, જ્યાવોય તુમહાય આશા રાખીહી, તુમહાવોય દોષ થોવી.
જો તું પોતાલ યહૂદી આખાડતોહો, એને મૂસા નિયમ વોય બોરહો કોઅતોહો, એને અભિમાન કોઅતોહો કા તું પોરમેહેરા ખાસ માઅહું હેય.
યોક યહૂદી ઓઅના બોજ ફાયદો હેય, બોદહાથી મહત્વા ઈ હેય કા પોરમેહેરા વચન બોદહા પેલ્લા યહૂદી લોકહાન દેના.
તે, ઓહડા કાય હેય કા ચ્યા બારામાય આપા અભિમાન કોઅય હોકજે? અભિમાન કોઅના તે બહાનોજ નાંય હેય, કોઅહા નિયમા લીદે? કાય કામહા નિયમથી? નાંય, બાકી ઈ ઈસુ ખ્રિસ્તામાય બોરહો કોઅના આધારાવોય હેય.
ચ્યે મા હારકે ઈસરાયેલી લોક હેય, ચ્યાહાન પોરમેહેરાય ગોદ લેદલા પોહહા હારકા નિવડી લેદા, ચ્યાહાન પોરમેહેરાઆરે રોઅના મહિમા મિળી, પોરમેહેરાય ચ્યાહાઆરે કરાર કોઅયા, ચ્યાહાન મૂસા નિયમશાસ્ત્ર દેનો, ચ્યાહાન પોરમેહેરા ભક્તિ કોઅના લાયકે બોનાડ્યા, એને ચ્યાહાઆરે વાયદા કોઅયા.