31 કા આંય યહૂદા વિસ્તારા અવિસ્વાસી લોકહા યોજના થી બોચી રોઉં, એને જીં ઉગરાણી કોઅલા પોયહા હેય આંય યેરૂસાલેમ શેહેરામાય લેય જાય રિયહો, યાલ ચ્ચે સ્વીકાર કોઇન ખુશ ઓઅય જાય.
તે સૈન્યા ટોળા જોમાદારાય આખ્યાં, “યાલ કિલ્લામાય લેય જાયા, એને ચોપકાહાકેન ઠોકીન પારખા, કા આંય જાંઉ કા લોક કોઅહા કારણથી ચ્યા વિરુદમાય એહેકેન બોંબલી રીયહે.”
તોવે મુખ્ય યાજકાહાય એને યહૂદી આગેવાન લોકહાય ચ્ચા હામ્મે પાઉલાવોય દોષ થોવ્યો.
ફેસ્તુસે આખ્યાં, “ઓ રાજા અગ્રીપ્પા, એને યે બોદે માઅહે જ્યેં ઈહીં આમહેહાતે હેતેં, તુમા યા માઅહાન એઆ, જ્યા બારામાય બોદા યહૂદીહાય યેરૂસાલેમ શેહેરામાય એને ઈહીંબી બોંબલી-બોંબલીન માન વિનાંતી કોઅઇ, કા યા જીવતા રોઅના યોગ્ય નાંય.
હનાન્યાય જોવાબ દેનો, “ઓ પ્રભુ, માયે યા માઅહા બારામાય બોજ જાંઅહા પાયને વનાયહો કા યાય યેરૂસાલેમ શેહેરામાય તો પવિત્ર લોકાહાઆરે મોઠયો-મોઠયો બુલો કોઅયોહો.
બાકી પ્રભુ ઈસુય ચ્યાલ આખ્યાં, “તું જો; કાહાકા ઓ તે ગેર યહૂદી એને રાજહા, એને ઈસરાયેલહયા હામ્મે મા બારામાય પ્રચાર કોઅરાહાટી માયે ચ્યાલ મા સેવા કોઅરાહાટી નિવાડલો હેય.
બાકી આમીતે આંય પવિત્ર લોકહાન દાન દાંહાટી યેરૂસાલેમ શેહેરામાય જાહું.
ઓ વિસ્વાસી બાહાહાય, સ્તેફનુસ એને ચ્યા ગોર્યાહા બારામાય તુમહાન ખોબાર હેય, ચ્યે આખાયા દેશામાઅને પેલ્લે વિસ્વાસી હેય જ્યાહાય ખ્રિસ્તાવોય બોરહો કોઅયો, એને પવિત્ર લોકહા સેવા કોઅરાહાટી સાદા તિયારી રોતેહેં.
ચ્યાય આપહાન ઓહડા સંકાટા માઅરે બોચાડ્યા, એને બોચાડી, એને આમહાય ચ્યાવોય આશા રાખીહી, કા તો આગલાબી આમહાન બોચાડતો રોઅરી.
ચ્યાહાય તે વિનાંતી વોય વિનાંતી કોઇન પોરવાનગી માગ્યી કા ચ્યાહાય યેરૂસાલેમમાય સંત લોકહાન મોદાત કોઅયી ધન્યતામાય ભાગીદાર ઓઅના હારો મોકો મેળાવલો જાય.
આમી યેરૂસાલેમમાય વિસ્વાસ્યાહાન પોયહા દેઅના સેવાયે બારામાય, માન તુમહાન લોખના કાય જરૂરત નાંય હેય.
કાહાકા યે દેયના સેવાયેથી ચ્યે જાઅરી કા તુમા લોક હાચ્ચાં હેતા એને ચ્યે પોરમેહેરા મહિમા કોઅરી, કા તુમહાય ખ્રિસ્તા હારી ખોબારેલ બોરહાહાતે માની લેદા એને ચ્યા આગના પાળતાહા, એને તુમા ગોરીબ વિસ્વાસ્યા એને બોદહા ઉદારતાહાતે મોદાત કોઅતાહા.
જ્યાહાય પ્રભુ ઈસુવાલ એને ભવિષ્યવક્તાહાલ બી માઆઇ ટાક્યા, એને આમહાન સતાવ્યા, પોરમેહેર ચ્યાહાકોય ખુશ નાંય હેય, એને ચ્યા બોદા લોકહા વિરુદ કોઅતાહા.
એને ઈ બી પ્રાર્થના કોઆ કા પોરમેહેર આમહાન લુચ્યા એને ખારાબ માઅહાકોય નુકસાન ઓઅવાથી બોચાવે, કાહાકા બોદા લોક ખ્રિસ્તા હારી ખોબાર વોનાતાહા, બાકી ચ્યાવોય બોરહો નાંય કોએ.
તું જાંઅતોહો કા અન્તાકિયા એને ઈકુનિયા એને લુસ્ત્રા યા શેહેરાહામાય લોકહાય માન બોજ હિક દેનો, યાહાટી માયે બોજ પીડા બોગવી, તેરુંબી પ્રભુય માન બોદા દુઃખહામાઅને માન બોચાવી લેદો.
બાકી પ્રભુય મા મોદાત કોઅયી એને માન બોજ ઈંમાત દેની, જેથી આંય ખ્રિસ્તા હારી ખોબાર બોદહાન પ્રચાર કોઉ, જેથી બોદા ગેર યહૂદી લોક વોનાય હોકે, એને ચ્યેય માન મોરણા માઅને બોચાવી લેદલો હેય.