29 એને આંય જાંઅહું કા જોવે આંય તુમહે પાહી યીહીં, ચ્યા લીદે ખ્રિસ્ત પુરીરીતે તુમહાન બોરકાત દી.
જોવે યો વાતો ઓઅઇ ચુક્યો તોવે પાઉલે મોકોદુનિયા એને આખાયા વિસ્તારા વિસ્વાસ્યાહાલ મિળ્યાં પાછે યેરૂસાલેમ શેહેરામાય જાયના નોક્કી કોઅયા, એને આખ્યાં, “તાં જાઅના પાછે માન રોમ શેહેર બી એઅના જરુરી હેય.”
બાકી આમી માયે યેરૂસાલેમ શેહેરાપાઅને ઇલ્લુરિકુમ ભાગ લોગુ લોકહાન ખ્રિસ્તા હારી ખોબાર પ્રચાર કોઅના કામ પુરાં કોઅય દેનલા હેય, એને બોજ વોરહાથી માન તુમહેપાય યાહાટી ખટપટ હેય.
એને આંય પોરમેહેરા ઇચ્છાકોય તુમહે પાહી આનંદકોય યેયન તુમહેઆરે આરામ પામુ.
માન બોરહો આતો કા તુમા લોક આમહાન હોમજાહા, યાહાટી આંય તુમહેપાય યા માગતો આતો, એટલે તુમહાન મા તરફથી બેન મુસાફિર્યેહે લીદે ડબલ બોરકાત મીળે.
ધન્ય હેય પોરમેહેર, આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા આબો, કાહાકા ચ્યાય આપહાન હોરગામાઅને દરેક જાત્યા આત્મિક વરદાન દેનલા હેય.
આંય પ્રાર્થના કોઅતાહાંવ કા તુમા ખ્રિસ્તા પ્રેમ જાંઆય હોકે જીં આપહે હોમાજના બાઆ હેય, જેથી પોરમેહેરા બોદી ભરપુરીકોય તુમા પરિપૂર્ણ ઓઅય જાં.
માયેવોય જ્યા બોદા પોરમેહેરા લોકહા કોઅતો હાનામાય હાનો હેય, માન ગેર યહૂદી લોકહાન ખ્રિસ્તામાય મિળનારી બોરકાત બારામાય હારી ખોબાર આખના સદા મોયા મીળહી. ઈ બોરકાત જી આમહાન ખ્રિસ્તામાય મિળહે, તી માઅહા હોમાજનાથી બારે હેય.
ઈ તાંવ લોગુ ચાલુ રોય, જાવ લોગુ કા આપા બોરહામાય એને પોરમેહેરા પોહો ઈસુ ખ્રિસ્તા બારામાય જ્ઞાનમાય યોક નાંય ઓઅય જાજે, તોવે આપા બોદી વાતહેમાય પરિપક્વ ઓઅય જાહું, જેહેકેન ખ્રિસ્ત બોદી રીતીકોય પરિપક્વ હેય, એને આપા પુરીરીતે ચ્યા હારકે ઓઅય જાહું.