17 કાહાકા પોરમેહેરા રાજ્યામાય ખાઅના-પિઅના મોહત્વા નાંય હેય, બાકી મોહત્વા ઈ હેય કા ન્યાયી જીવન, શાંતી એને આનંદ હેય, જીં પવિત્ર આત્મા દેહે.
“પાપ કોઅના છોડી દા, કાહાકા હોરગા રાજ્ય પાહી યેય ગીયહા.”
યાહાટી તુમહેહાટી પેલ્લા ઈ મોહત્વા હેય કા, પોરમેહેરા રાજ્યા હોદ કોઅરા જોજે એને ન્યાયપણા જીવન જીવા જોજે, તોવે તુમહાન દોરત્યેવોયને બોદા વાના મિળી જાય.
ચ્યાઆરે ખાઅના ખાનારાહા માઅને યોકાય ઈ વાત વોનાઈન આખ્યાં, “ધન્ય હેય જીં પોરમેહેરા રાજ્યામાય ખાઅના ખાઅરી.”
માયે તુમહાન યો વાતો યાહાટી આખ્યાં, યાહાટી કા તુમહાન મા લીદે શાંતી મીળે, દુનિયામાય તુમહાન આબદા પોડી, બાકી ઈંમાત રાખા, માયે યા દુનિયા શાસક એટલે સૈતાનાલ આરવી દેનલો હેય.”
ઈસુવે ચ્યાલ જાવાબ દેનો, “આંય તુલ હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, જોવે માઅહું પાછો જન્મો નાંય લેય તે પોરમેહેરા રાજ્ય નાંય એઇ હોકે.”
ઈસુવે જવાબ દેનો, “આંય તુલ હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, જોવે માઅહું પાઅયા કોઇન એને પવિત્ર આત્માકોય જન્મો નાંય લેય તોવે તો પોરમેહેરા રાજ્યામાય નાંય પ્રવેશ કોઅઇ હોકે.
એને અન્તાકિયા શેહેરામાય શિષ્ય આનંદ એને પવિત્ર આત્માકોય બોઆતા ગીયા.
યે પરમાણે બોદા યહૂદીયા વિસ્તાર, ગાલીલ ભાગ, એને સમરૂનમાય મંડળીહ્યેલ આરામ મિળ્યો, એને ચ્યેહે ઉન્નતી ઓઅતી ગીયી એને તી મંડળી પ્રભુ ઈસુ બિકમાય એને પવિત્ર આત્મા મોદાતેમાય ચાલતી એને બોજ લોક વિસ્વાસી બોની ગીયા.
આંય પ્રાર્થના કોઅતાહાંવ, કા પોરમેહેર, જો આશા દેનારો હેય, તુમહાન બોરહો કોઅનામાય પુરીરીતે બોજ આનંદકોય એને શાંત્યેકોય બોએ, કા પવિત્ર આત્મા સામર્થ્યકોય તુમહે આશા વોદતી જાય.
પાપી સ્વભાવાનુસાર જીવન જીવના પરિણામ મોરણ હેય, બાકી પવિત્ર આત્માકોય જીવન જીવના લીદે અનંતજીવન એને શાંતી મિળહે.
બાકી પોરમેહેરાય તુમહાન ઈસુ ખ્રિસ્તાઆરે યોકજુટ કોઅય દેનહા, એને ખ્રિસ્તથી તો આપહાન પોતાના જ્ઞાન દેહે, પોરમેહેર બી આપહાન ચ્ચા નોજરેમાય ન્યાયી બોનાડી દેહે, ખ્રિસ્તાકોય આમહાન પવિત્ર બોનાડલે જાતહેં, એને તો આમહે પાપહાથી છુટકા કોઅહે.
કાહાકા પોરમેહેરા રાજ્ય તે શબ્દાહામાય નાંય બાકી સામર્થ્યા કામહામાય હેય.
તુમા નોક્કી જાંઅતેહે, કા અન્યાય કોઅનારા લોક પોરમેહેરા રાજ્યા વારીસ નાંય ઓઅરી, છેતરાયાહા મા, વેશ્યાયેહે આરે શારીરિક સબંધ રાખનારો, મુર્તિપુજા કોઅનારે, પારકી થેઅયેઆરે શારીરિક સબંધ બોનાડનારા, લુચ્ચા, માટડાહા આરે માટડા શારીરિક સબંધ બોનાડનારા,
ખાઅના આપહાન પોરમેહેરાપાય નાંય પોઅચાડે, જોવે તી ખાઅના નાંય ખાજે તોવે આપહે કાય નુકસાન નાંય ઓએ, એને જો તી ખાઅના ખાજે તે આપહાન ચ્યા કાય ફાયદો નાંય ઓએ.
ખ્રિસ્ત જો પાપ વગર આતો, ચ્યાલ પોરમેહેરે આમહેહાટી પાપ કોઅઇ દેનો, એટલે આમા પોરમેહેરા નોજરેમાય ન્યાયી બોની હોક્યે કાહાકા ખ્રિસ્તાય આમહે પાપહા ડોંડ લેય લેદો.
બાકી પવિત્ર આત્માકોય યા ગુણ ઉત્પન ઓઅતાહા, ચ્ચા યા હેય, પ્રેમ કોઅના, આનંદામાય રોઅના, શાંતીમાય રોઅના, ધીરજ રાખના, એને દયા કોઅના, એને હારેં કામે કોઅના, ઈમાનદારીકોય રોઅના,
કાહાકા તુમહાન દિલાસો હેય કા તુમા ખ્રિસ્તાઆરે હેય, કાહાકા તુમહાન ખ્રિસ્તા પ્રેમ મિળ્યહા, કાહાકા તુમહે પવિત્ર આત્મા આરે સંગતી હેય, કાહાકા ખ્રિસ્ત તુમહેવોય પ્રેમાળો એને દોયાળો બોનલો હેય.
કાહાકા હાચ્ચાં સુન્નતવાળાતે આપાંજ હેજે, આપા જીં પવિત્ર આત્માકોય પોરમેહેરા ભક્તિ કોઅજેહે, એને ઈસુ ખ્રિસ્તાઆરે ઘમંડ કોઅજેહે, એને શરીરા કામહાવોય બોરહો નાંય રાખજે.
એને આંય ચ્ચાઆરે એકતામાય રોય હોકુ, મા ન્યાયપણા મૂસા નિયમાહા પાળના આધારાવોય નાંય બાકી ઈ તી ન્યાયપણા હેય જીં કેવળ ખ્રિસ્તાવોય બોરહો કોઅલા લીદે. ઈ ન્યાયપણા પોરમેહેર પાઅને બોરહો કોઅના લીદે મેળહે.
પ્રભુમાંય સદા આનંદિત રા, આંય પાછો આખતાહાવ આનંદિત રા.
તોવે પોરમેહેર તુમહાન શાંતી દેઅરી, જીં શાંતી લોકહા હુમાજના કોઅતા બોજ વોદારી હેય, તુમહે રુદયાલ એને તુમહે વિચારાહાલ ખ્રિસ્ત ઈસુમાય હાંબાળી થોવી.
આંય પ્રાર્થના કોઅતાહાંવ કા પોરમેહેર ચ્યા મહિમામય શક્તિ વાપર કોઇન તુમહાન બોજ મજબુત બોનાવે, કા તુમા ધીરજથી એને આનંદથી તુમહે દુઃખ સહન કોઇ હોકે.
તુમહાય આમહે એને પ્રભુવા અનુસરણ કોઅયા તુમહાવોય બોજ મુશ્કેલી આતી તેરુંબી તુમહાય ઈસુ ખ્રિસ્તા હારી ખોબારેલ આનંદથી ગ્રહણ કોઅયો, જો પવિત્ર આત્માકોય દેનલો હેય.
કા તુમા ઓહડા જીવન જીવા જ્યાથી પોરમેહેર ખુશ ઓએ, જો તુમહાન પોતાના રાજ્યામાય એને મહિમામાય હાદહે.
યાહાટી તુમા યે બોદયે નોવ્યે એને આલાગ-આલાગ જાત્યા શિક્ષણા પાછલા નાંય ચાલના, જીં તુમહાન ગલત વાટયે એછે લેય જાહાય. કાહાકા તુમહે મોનાહાટી ઈ હારાં હેય કા ચ્યે પોરમેહેરા સદા મોયાથી મજબુત બોને, ચ્યે ખાઅના વસ્તુહુ નિયમાહાલ પાળવાથી નાંય, કાહાકા યાથી કોદહી કાદા કાયજ ફાયદો નાંય જાયો.
તુમહાય ઈસુલ કોદહી નાંય દેખ્યોહો, બાકી તેરુ ચ્યાલ તુમા પ્રેમ કોઅતાહા. તુમા ચ્યાલ આમીબી નાંય એએ. બાકી તેરુંબી તુમા ચ્યાવોય બોરહો થોવતાહા. યાહાટી, તુમા આનંદ એને મહિમાથી બોજ ખુશ ઓઆ જ્યાલ શબ્દામાય વર્ણન નાંય કોઅલા જાય હોકે.
આંય સિમોન પિત્તર, જો ઈસુ ખ્રિસ્તા સેવાક એને નિવાડલો પ્રેષિત હેતાંવ, તુમહે બોદહાહાટી લોખી રિયહો, જો ચ્યા બોજ કિમત્યા બોરહાલ મેળવી હોકહ્યા, જો આમહેમાય હેય, તો બોરહો આમહે પોરમેહેર એને તારણારા ઈસુ ખ્રિસ્તાથી આમહાન દેનલો ગીયહો, જો આમહાન પોરમેહેરાઆરે હાચ્ચો ઠોરવેહે.