18 બોની હોકે ઓલા તુમા બોદહાઆરે શાંતી થી રા.
તોવે તું તીં દાન દેવાળામાય થોવી દે, એને જાયને પેલ્લા ચ્યા માઅહા આરે હોમજી લાં જો એને તોવે યેઇન તીં બેટ ચોડાવ.
ધન્ય હેતેં ચ્યે, જ્યેં નમ્ર હેતેં, કાહાકા દોરતી ચ્યાહા ઓઅરી.
ધન્ય હેય ચ્યે, જ્યેં યોકબિજાલ મેળાવનારેં હેય, કાહાકા ચ્યે પોરમેહેરા પોહેં આખાયી.
મીઠાં યોક જરુરી વસ્તુ હેય, જોવે મીઠાં ચોવવોગાર ઓઅઇ જાય, તે તી પાછી કોવેજ ખારાં નાંય બોની હોકે, તુમા યોક-બીજાહાતે ઇળીમીળીન એને યોક બીજાહાતે શાંતીમાય રા જોજે.”
યાહાટી આંય તુમહાનબી જ્યા રોમ શેહેરામાય રોતહા, હારી ખોબાર આખાહાટી તિયાર હેતાંવ.
કાહાકા પોરમેહેરા રાજ્યામાય ખાઅના-પિઅના મોહત્વા નાંય હેય, બાકી મોહત્વા ઈ હેય કા ન્યાયી જીવન, શાંતી એને આનંદ હેય, જીં પવિત્ર આત્મા દેહે.
યાહાટી આપહાન તી કોઅરાહાટી કોશિશ કોઅરા જોજે, જ્યાકોય શાંતી બોની રોય, એને યોકબીજા બોરહો મજબુત ઓએ.
જો તુમહે માટડો કા તુમહે થેએ અવિસ્વાસી હેય, એને તો છુટો છેડો કોઅરા માગતો ઓરી, તે ચ્યાલ છુટો છેડો કોઅય દેય, જોવે એહેકોય ઓઅહે તે વિસ્વાસી પોઅણાલે રોઅનામાઅને છુટે હેય, બાકી જો ઓઅય હોકે, તે અવિસ્વાસી થેએ કા માટડાઆરે પોઅણાલે રોય, કાહાકા પોરમેહેરાય આપહાન યોક બિજા આરે શાંતીકોય જીવન જીવાહાટી હાદલા હેય.
આમી, ઓ બાહાહાય એને બોઅયેહેય, આનંદામાય રા, સિદ્ધ ઓઅતા જાયા, યોકબિજાલ ઈંમાત દા, યોકાજ વિચારા બોના, મિળીન રા, એને પ્રેમ એને શાંતીદાતા પોરમેહેર તુમહેઆરે રોઅરી.
બાકી પવિત્ર આત્માકોય યા ગુણ ઉત્પન ઓઅતાહા, ચ્ચા યા હેય, પ્રેમ કોઅના, આનંદામાય રોઅના, શાંતીમાય રોઅના, ધીરજ રાખના, એને દયા કોઅના, એને હારેં કામે કોઅના, ઈમાનદારીકોય રોઅના,
કાયામ શાંતીમાય બોની રાંહાટી કોશિશ કોઆ, કાહાકા તુમા પવિત્ર આત્માકોય યોક કોઅલે ગીઅલે હેય.
જીં કાય ચ્યા તુમહેહાટી કોઅતાહા, ચ્યા લીદે ચ્યાહા બોજ આદર કોઆ એને ચ્યાહાન બોજ પ્રેમ કોઆ, એને યોકાબીજા આરે શાંતિથી રા.
યાહાટી ચ્યે ખારાબ ઇચ્છાહા પાઅને દુઉ રો, જ્યો જુવાન લોક કોઅરાહાટી આકર્ષિત કોઅત્યોહો, એને જ્યેં ચોખ્ખાં મોનાકોય પ્રભુ આરાધના કોઅતેહે, ચ્યાહાઆરે તું ન્યાયપણા એને બોરહો એને પ્રેમ એને મેળમિલાપા પીછો કોઓ.
બોદહાઆરે મેળમેળાપથી રા, એને પવિત્ર ઓઅરાહાટી બોદ્યેજ રીતે કોશિશ કોઅતા રા, કાહાકા યા વોગાર કાદોજ વ્યક્તી પ્રભુલ નાંય એઅરી.
તો ખારાબ કોઅના છોડે, એને હારાંજ કોએ, તો બીજહા આરે મેળ મિળાપ થી રાંહાટી કોશિશ કોએ.