15 આનંદ કોઅનારાહા આરે આનંદ કોઆ, એને રોડનારાહા આરે રોડા.
એલીસાબેતે આહીપાહીને એને હોગવાડ્યે ઈ એઇન, કા પ્રભુય ચ્યેવોય મોઠી દયા કોઅયીહી, તોવે ચ્યે બી આનંદિત જાયે.
એને બોજ યહૂદી લોક માર્થા એને મરિયમ પાય ચ્યેહે બાહા લાજરસા બારામાય દિલાસો દાં યેનલે.
તો તાં પોઅચીન, એને પોરમેહેરા સદા મોયા એઇન ખુશ જાયો, એને બોદહાન આખ્યાં કા તનમન લાવીન પ્રભુમાંય બોની રા.
એને જો આપહે શરીરા યોક અવયવ બિમાર હેય તે બોદા શરીર દુઃખી રોહે, એને જો આપહે શરીરા યોક અવયવા માન વોદહે તે બોદા અવયવા માન વોદહે.
જોવે કાદો નોબળો ઓઅહે, તે આંયબી નોબળાયે અનુભવ કોઅહુ, જોવે કાદો પાપમાય પોડે, તે મા મોન દુઃખી ઓઅય જાહાય.
માયે તુમહાન યે વાતેહાટી ઈ પત્ર લોખ્યાં, કા કાય એહેકેન નાંય ઓએ, કા મા યેઅનાથી, જ્યાહાથી માન આનંદ મિળાં જોજે, આંય ચ્યાહાથી દુઃખી ઓઉં. કાહાકા માન તુમા બોદહાવોય યે વાતે ખાત્રી હેય, કા જો મા આનંદ હેય, તોજ તુમહે બોદહાબી હેય.
તો તુમહાન મિળાહાટી બોજ ઇચ્છા રાખતો આતો, એને તો બોજ ઉદાસ બી રોતો આતો કાહાકા તુમા ચ્ચા બિમારી બારામાય વોનાલા આતા.
યાહાટી ચ્યાલ દોવાડાહાટી આંય આજુબી ઉત્સાહિત હેતાંવ કા તુમા ચ્યાઆરે પાછો મિળીન ખુશ ઓઅઇ જાં એને મા ચિંતા કોઅના વોછા ઓઅય જાય.
જેલેમાય ટાકલાહા ઓહડી મોદાત કોઆ, કા જાણે તુમા હોગા જેલેમાય હેતા, એને જ્યાવોય સતાવણી કોઅલી જાહાય, ચ્યાહા દુઃખા પોતાના શરીરમાય અનુભવ કોઇને ચ્યાહાન મોદાત કોઆ.