5 યેજ રીતીકોય યા સમાયામાય બી, પોરમેહેરા સદા મોયા લીદે, વોછાજ ઈસરાયેલ લોક પોરમેહેરા હાચ્ચાં લોકહા હારકા નિવાડલા હેય.
ઈસરાયેલ લોક હારી ખોબારેવોય બોરહો નાંય કોએ, યા લીદે ચ્યા પોરમેહેરા દુશ્માન હેય, એને ઈ તુમહેહાટી ફાયદા કારણા બોની ગીયહા, બાકી ચ્યાહા આગલ્યા ડાયહાન નિવડી લેદલા લીદે પોરમેહેર ચ્યાહાવોય પ્રેમ કોઅહે.
ચ્યા બેની પોહહા જન્મો ઓઅના પેલ્લાજ ચ્ચા બેની પોહહાય કાયજ હારાં કા માઠાં કામ નાંય કોઅલા આતા, પોરમેહેરાય પેલ્લાજ રીપકાલ આખી દેનલા આતા, મોઠો પોહો હાના પોહા આધીન રોય, ઈ યાહાટી કા પોરમેહેરા યોજના બોની રોય, જીં માઅહા કામહાકોય નાંય, બાકી નિવડી લેનારા નિર્ણયા આધારે રોય.
એને યશાયા ભવિષ્યવક્તા ઈસરાયેલ લોકહા બારામાય એહેકેન આખહે, “જો ઈસરાયેલ લોકહા ગોણત્રી દોરિયા મેરાવોયને રેઅટા ઓલી બી ઓઅરી, તેરુંબી ચ્યાહામાઅને વોછાજ બોચાવલા જાય.