33 પોરમેહેરા સદા મોયા મિલકાત એને બુદ્દિ એને જ્ઞાન બોજ મહાન હેય, કાદાબી પોરમેહેરા વિચાર નાંય જાંઆય હોકે, એને કાદાબી પોરમેહેરા વાટે ભેદ નાંય હોમજી હોકે.
કાય તું પોરમેહેરા સદા મોયા, એને ચ્યા સહનશીલતા, એને ધીરજેલ નોકામ્યા જાંઅતોહો? કાય તું નાંય હોમજે કા પોરમેહેરા ભલાઈ તુલ પાપ કોઅના બંદ કોઅના હિકાડેહે?
ચ્યાય એહેકેન યાહાટી કોઅયા કા તો દયા કોઅલા લોકહાવોય ચ્યા મહિમા પ્રગટ કોઅરા માગતો આતો, જ્યાહાલ ચ્યાય પેલ્લાજ ચ્યા મહિમાહાટી તિયાર કોઅલા આતા.
બાકી પોરમેહેરાય યો વાતો આમહાવોય એટલે પ્રેષિતાહાવોય પવિત્ર આત્માથી પ્રગટ કોઅલા હેય, કાહાકા પવિત્ર આત્મા બોદ્યો વાતો, એટલે પોરમેહેરા દોબલ્યો વાતોબી જાંઅહે.
ઈસુ ખ્રિસ્તા લોય વોવાડલાં કોય આપહાન તારણ એટલે પાપહા માફી મિળી ગીયી, ઈ પોરમેહેરા બોજ સદા મોયા લીદે એહેકેન જાયલા હેય.
પોરમેહેરાય ઈસુકોય એહેકેન યાહાટી કોઅયા, કા યેનારા દિહહયામાય તો દુનિયા લોકહાન આખી હોકે કા ચ્યા સદા મોયા કોલહી મહાન હેય, જી ચ્યાય ખ્રિસ્તામાય આમે બોદહાવોય દેખાડયાહા.
એટલે આમી મંડળી કોય, પોરમેહેરા આલાગ-આલાગ પ્રકારા જ્ઞાન ચ્યા પ્રધાન એને ઓદિકાર્યાહા વોય જ્યા હોરગ્યા જાગામાય હેય, પ્રગટ કોઅલા જાય.
પોરમેહેર ચ્યા મહિમા નુસાર તુમહાન ઈ દાન દેય કા ચ્યા પવિત્ર આત્મા તુમહાન ઓહડા સામર્થ્ય દેય કા તુમા પોતે આત્મામાય મજબુત ઓઆ.
એને પોરમેહેરા બોદા લોકહાઆરે ઈ હોમાજના સામર્થ્ય મેળવા, કા પ્રેમા પોળાય. એને લાંબાઈ, એને ઉચાઇ, એને ઉન્ડાય કોલહી હેય.
માયેવોય જ્યા બોદા પોરમેહેરા લોકહા કોઅતો હાનામાય હાનો હેય, માન ગેર યહૂદી લોકહાન ખ્રિસ્તામાય મિળનારી બોરકાત બારામાય હારી ખોબાર આખના સદા મોયા મીળહી. ઈ બોરકાત જી આમહાન ખ્રિસ્તામાય મિળહે, તી માઅહા હોમાજનાથી બારે હેય.
કાહાકા પોરમેહેરા ઇચ્છા આતી કા ચ્યા લોક ઈ જાંઆય લેય કા ખ્રિસ્તા મિલકાત એને મહિમા તુમા ગેર યહૂદી લોકહાહાટીબી હેય, એને મર્મ ઈ હેય: ખ્રિસ્ત તુમહામાય રોહોય, જો તુમહાલ ચ્ચા મહિમામાય ભાગીદાર ઓઅના આશા દેહે.