9 કાહાકા જો તું તો મુયાકોય ઈસુલ પ્રભુ જાઇન લોકહા હામ્મે સ્વીકાર કોઅહે, એને પોતાના મોનાકોય બોરહો કોઅહે કા પોરમેહેરાય ઈસુલ મોઅલા માઅને પાછો જીવાડ્યો, તે પોરમેહેર નોક્કી તો તારણ કોઅરી.
આંય તુમહાન આખતાહાવ, “જીં માઅહું લોકહા હોમ્મે માની લેહે તો મા શિષ્ય હેય, ચ્યાલ આંય, માઅહા પોહોબી પોરમેહેરા હોરગા દૂતહા હોમ્મે માની લિહીં.
યો વાતો ચ્યા આયહે આબહાય યાહાટી આખ્યો, કાહાકા ચ્યાહાન યહૂદી આગેવાનહા દાક આતી, કાહાકા યહૂદી આગેવાનહાય નોક્કી કોઅયેલ કા, જીં માઅહું ઈસુવોય બોરહો કોએ કા તો ખ્રિસ્ત હેય, ચ્યાલ સોબાયે ઠિકાણા માઅને કાડી દેવામાય યેય.
ચ્યાહાય આખ્યાં, “પ્રભુ ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઓ, તોવે તું એને તો ગોર્યાહા તારણ ઓઅરી.”
બાકી ચ્યાલ પોરમેહેરે ચ્યા મોરણા બંધન માઅને છોડાવીન ચ્યાલ પાછો જીવતો કોઅયો, કાહાકા ઈસુલ મોરણા તાબામાંય નાંય રાખી હોકતા આતા.
યાજ ઈસુવાલ પોરમેહેરે મોઅલા માઅને પાછો જીવતો કોઅયો, જ્યા આમા બોદા સાક્ષી હેજે.
વાટે ચાલતા-ચાલતા ચ્યા યોકા તોળાવા પાહી પોઅચ્યા, તોવે નપુસકે આખ્યાં કા, “દેખ ઈહીં તોળાવા હેય, આમી માન બાપતિસ્મા લેયના કાય વાંદો હેય”
કાહાકા ન્યાયી બોનાહાટી મોનામાય બોરહો કોઅવામાય યેહે, એને તારણ મિળાહાટી મુયાકોય સ્વીકાર કોઅવામાય યેહે.
કાહાકા પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “પ્રભુ આખહે, આંય મા જીવના કોસામ ખાહાવ, દરેક માઅહું મા હામ્મે પાગે પોડી, એને દરેક માઅહું પોરમેહેરાલ સ્વીકાર કોઅરી.”
કાહાકા ખ્રિસ્ત યાજહાટી મોઅયો એને પાછો જીવીબી ઉઠયો, કા તો મોઅલા એને જીવતા બેનહયા પ્રભુ આખાડી.
બાકી જો આપાબી પોરમેહેરાવોય બોરહો કોઅજેહે, કા ચ્યાય આપહે પ્રભુ ઈસુ ખ્રિસ્તાલ મોઅલામાયને પાછો જીવતો કોઅયો, તે આપાબી બોરહો કોઅલા લીદે ન્યાયી ઠોરહું.
કાદાજ આપહાન દોષી નાંય ઠોરવી હોકે, કાહાકા ઓ ખ્રિસ્ત ઈસુ હેય જો આપહેહાટી મોઅઇ ગીયો, એને મોઅલા માઅને પાછો જીવતો જાયો, એને આપહેહાટી પોરમેહેરાલ વિનાંતી બી કોઅહે.
યાહાટી મા ઇચ્છા હેય તુમા હોમજાં, કા જીં કાદાં પોરમેહેરા આત્મા અગુવાઈકોય વાત કોઅહે, તો એહેકેન નાંય આખે કા ઈસુ સ્રાપિત હેય, નાંય કાદાં પવિત્ર આત્મા વોગર એહેકેન આખી હોકહે કા, “ઈસુ પ્રભુ હેય.”
એને પોરમેહેર આબા મહિમાહાટી બોદા લોક ઈ કબુલ કોએ કા ઈસુ ખ્રિસ્ત ઓજ પ્રભુ હેય.
ઈસુ ખ્રિસ્તાય જીં કાય આપહેહાટી કોઅયા, ચ્યા લીદે તુમા આમી પોરમેહેરાવોય બોરહો કોઅતાહા, જ્યાંય ઈસુ ખ્રિસ્તાલ મોઅલા માઅને પાછો જીવતો કોઅયો એને ચ્યાલ બોજ વોદારે મહિમા દેની, યાહાટી તુમા બોરહો કોઅતાહા એને પોરમેહેરામાય તુમહે આશા આમી મજબુત હેય.
જો કાદો એહેકોય માની લેહે, કા ઈસુ પોરમેહેરા પોહો હેય, પોરમેહેર ચ્યામાય એને તો પોરમેહેરામાય વોહતી કોઅહે.
આંય ઈ તુમહાન યાહાટી આખી રિયહો કાહાકા બો બોદા લોક જ્યા જુઠા હિકાડીન બીજહાન ધોકા દેતાહા, ચ્ચા યા દુનિયામાય બોદયે જાગે નિંગી યેનહા એને ચ્ચા આખતાહા કા ઈસુ ખ્રિસ્ત યોક માઅહું બોનીન યા દુનિયામાય નાંય યેનહો. જોવે કાદાં માઅહું એહેકોય આખહે, તી માઅહું ખ્રિસ્ત વિરુદી હેય.