21 બાકી ઈસરાયેલ લોકહા બારામાય પોરમેહેર યશાયા ભવિષ્યવક્તાકોય એહેકેન આખહે, “આંય દિહીબોય આગના નાંય માનનારા એને કોઠાણ મોના લોકહાન માયેપાંય પાછા ફિરી યાહાટી આથ ફૈલાવી રિયો.”
એને યેરૂસાલેમ શેહેરાહીને લેયને તે બિજ્યે બોદયે જાત્યે લોકહાન પાપ છોડના એને પાપહા માફી ખોબાર, ચ્યાજ નાંવા માય કોઅયી.
એને ચ્યા ગેર યહૂદીયાહાલ ચ્યાહા તારણા બારામાય વાત કોઅરાહાટી આમહાન રોકતાહા. ચ્યા ચ્યાહા પાપ વોય પાપ જોડતા જાતહા, જાવ લોગુ પોરમેહેર ચ્યાહાન ડૉડ નાંય દેય, એને સેલ્લે નોક્કી પોરમેહેર ચ્યાહાન સજા દેનારો હેય.
એને પાછી પવિત્રશાસ્ત્ર ઇબી આખહે, “તો ઓહડો દોગાડ હેય જ્યાથી લોકહાન ઠોકાર લાગહે, ઓહડા ખોલકડા હેય, જ્યાથી ચ્યે ઠોકાર ખાતહેં,” કાહાકા ચ્યે વચનાવોય બોરહો કોઅરા નાંય માગેત, યાહાટી ચ્યે ઠોકાર ખાયન પોડી જાતહેં, પોરમેહેરે ચ્યાહા હાતે ઈ ઓઅના યોજના બોનાડીહી.