21 બાર બાઅણે બાર મોતી થી બોનાવલે આતેં, યોક-યોક બાઅણા યોક-યોક મોતી બોનાવલો આતો, એને શેહેરા વાટ ચોખ્ખાં હોના બોનાવલો આતો, જીં કાચા હારકો ચોમકી રિઅલો આતો.
તી થેએ જાંબળ્યા એને લાલ ફાડકે પોવલે આતી, એને હોના એને હિરા મોતી કોઇન સોબા કોઅલી, એને જ્યે જમણા આથામાય હોના વાટક્યેમાય ચ્યે દારવા કોય બોઆલો ગિલાસ દોઅલો આતો, જો ચ્યે ખારાબ કામહા એને વ્યબિચારાલ દર્શાવેહે.
“હાય, હાય, ઓ મોઠા શેહેર, જી મલમલ એને જાંબળ્યા, લાલ રોંગા ફાડકાહાકોય એને હોના, ઇરા એને મોતી કોઇન સોબા કોઅલી આતી.
જો હોરગ્યો દૂત મા આરે બોલી રિઅલો આતો, ચ્યાપાય શેહેર એને ચ્યા બાઅણે એને ચ્યા કોટ માપ લાંહાટી હોના માપ-પટ્ટી આતી.
શેહેર ચોખ્ખાં હોનાકોય બોનાવલા ગીઅલા આતા, જીં કાચાહારકા ચોમાકતા આતા, ચ્યા કોટ યશબ દોગડા બોનાવલા.
નોય ચ્યા શેહેરા સડકે વોચમાઅને વોવહે, એને નોયે ચારે પાહી જીવન દેનારે જાડેં આતેં, ચ્યાહાન બારા જાત્યે ફળ લાગતેહે, એને ચ્યે દર મોયને આલાગ-આલાગ પ્રકારા ફળે દેતહેં, એને ચ્યા જાડા પાને દવા હેય જીં બોદી જાતી લોકહા બિમારી હારાં કોઅરાહાટી વાપારતેહે.
ચ્યે રાજગાદ્યે આગલા યોક ફરશી આતી, જીં દોરિયા હારકી પોઅળી આતી, જીં કાચા હારકી સાફ આતી. તી મોઠી રાજગાદી ચ્યા બોદહા બિલકુલ વોચમાય આતી, એને ચ્યા ચારીચોમખી ચાર પ્રાણી આતેં, જ્યાહા શરીર પુરીરીતે ડોળહાકોય ડાકાલા હેય.