9 એને સૈતાના સેના દોરત્યેવોય બોદી જગ્યે ફેલાય ગીયી, ચ્યાહાય ચ્યા શેહેરાલ ગેરી લેદા, જ્યાવોય પોરમેહેર પ્રેમ કોઅહે, એને જાં ચ્યા લોક રોતહા. બાકી હોરગામાઅને આગ બાઆ યેની, એને ચ્યા બોદહાન નાશ કોઅય દેના.
બાકી જો દિહી લોટ સદોમ શેહેરામાઅને નિંગી ગીયો તોદહી આકાશા એછરે આગ એને ગંધક પોડયો, એને બોદા નાશ કોઇ દેના,
કાહાકા ચ્યા દિહી તોવોય યી કા તો દુશ્માન મોર્ચા બાંદિન તુલ ગેરી લી, એને ચોમખીને તુલ દાબી.
“જોવે તુમા યેરૂસાલેમ શેહેરાલ ચોમખીને સૈનિકા કોય ગેરલા એઆ, તોવે જાંઆઈ લીયા કા યેરૂસાલેમ શેહેરા ઉજાડ ઓઅઇ જાઅના સમય યી પોઅચ્યો.
ઈ એઇન ચ્યા શિષ્ય યાકૂબ એને યોહાને ચ્યાલ આખ્યાં, “ગુરુજી તું આખે તોવે આકાશામાઅને આગ પોડીન ચ્યાહાન નાશ કોઅરાહાટી આમા પ્રાર્થના કોઅજે.”
એને જ્યેં માઅહે પોરમેહેરાલ નાંય જાંએત, એને આપહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા હારી ખોબારેવોય બોરહો નાંય કોએત, તો ચ્યાહાન સજા દેઅરી.
યાહાટી, યા આપા યહૂદી નિયમાહાલ છોડીન ઈસુવોય બોરહો કોઅતા, એને ચ્યા હાતે નિંદા ઉઠાવાહાટી ચ્યાપાય જાતા.
જો કાદો દુશ્માન ચ્યાહાન નુકસાન પોઅચાડા કોશિશ કોએ, તોવે ચ્યાહા મુંયા માઅને નિંગનારી આગ્યે કોય ચ્યા દુશ્માનાહાલ નાશ કોઅય દી. એને એહકોયજ જીં કાદાં ચ્યાહાન નુકસાન પોઅચાડા કોશિશ કોઅય, ચ્યાલ યે રીતીકોય માઆય ટાકવામાય યી.
તો બિજો જંગલી જોનાવર જુઠા ચમત્કાર દેખાડતો આતો, ઓલે લોગુ કા લોકહા હામ્મે આકાશામાઅને દોરતીવોય આગ પાડતો આતો.