પ્રકટીકરણ 20:12 - ગામીત નોવો કરાર12-13 એને માયે જ્યેં મોઅઇ ગીઅલે આતેં ચ્યા લોકહાન રાજગાદી આગલા ઉબલે દેખ્યે, એટલે હાના કા મોઠા. જોલા લોક દોરિયામાય બુડીન મોઅઇ ગીઅલે આતેં, એને કોબારેહે માઅને બોદા મોઅલા લોક, એને ચ્યે બોદે જ્યેં અધોલોકમાય આતેં, ચ્યે બોદે રાજગાદી હામ્મે ઉબે આતેં. એને ચોપડયો ખોલલ્યો ગીયો, જ્યેહેમાય જીવના ચોપડી બી સામીલ આતી, એને ચોપડયેમાય લોખલ્યો વાતહે નુસાર ચ્યાહા ન્યાય કોઅયો, જ્યેં કામે ચ્યાહાય કોઅલે આતેં, ચ્યા બોદહા ચ્યાહા કામહાનુસાર ન્યાય કોઅલો ગીયો. အခန်းကိုကြည့်ပါ။ |
જ્યા લોક તોવોય બોરહો નાંય કોએ, ચ્યા બોજ ખિજવાય ગીઅલા હેય, કાહાકા આમી તો ગુસ્સો કોઅના સમય એને મોઅલા લોકહા ન્યાય કોઅના સમય યેય ગીઅલો હેય. આમી તો સમય બી હેય, જોવે તું ચ્યા ભવિષ્યવક્તાહાન એને પવિત્ર લોકહાન એને ચ્યા બોદા લોકહાન જ્યા તો આદર કોઅતાહા ચ્યાહાન પ્રતિફળ દેહે, એને ચ્યેજ સમયે તું ચ્યાહા નાશ કોઅય દેહે જ્યાહાય દોરત્યેવોય વિનાશ કોઅલા હેય.”
તી જંગલી જોનાવર જ્યાલ તુયે આમી દેખ્યા, યોક સમય જીવતા આતા, બાકી આમી જીવતા નાંય હેય, તી બોજ ઉંડા ખાડામાઅને નિંગી એને પોરમેહેર ચ્યાલ પુરીરીતે નાશ કોઅય દી. દોરત્યેવોય રોનારા બોજ લોક જ્યાહા નાંવ પોરમેહેરાય દુનિયા બોનાવા પેલ્લા જીવના ચોપડયેમાય નાંય લોખ્યે ચ્યે બોદે નોવાય પામી જાય જોવે ચ્યે યા જંગલી જોનાવરાલ દેખી. યોક સમય તી જીવતા આતા, આમી તી જીવતા નાંય હેય, બાકી તી પાછા ફિરી યી.