16 યાહાટી જો વાદળાવોય બોઠલો આતો તો પોતે ઓસ્યેકોય વાડતો લાગ્યો, એને ચ્યાય બોદી દોરતીવોઅને પાક વાડણી કોઅયી.
આંય, માઅહા પોહો, મા હોરગા દૂતહા આરે મા આબહા મહિમામાય યીહીં, એને ચ્યે સમયે આંય બોદહાલુજ ચ્યાહા કામહા ઇસાબે ઇનામ દિહી.
પાછે માયે યોક ઉજળા વાદળાં દેખ્યા, એને ચ્યા વાદળાવોય માઅહા પોહા હારકો યોક માઅહું બોઠલો આતો, જ્યા ટોલપીવોય હોના મુગુટ એને આથામાય ચોખ્ખો દાઅયેવાળો ઓસીયો આતો.
તોવે આજુ યોક હોરગા દૂત પોરમેહેરા સંદેશ લેયને હોરગા દેવાળામાઅને બાઆ યેનો, ચ્યાય વાદળાવોય બોઠલો આતો ચ્યા માટડાલ મોઠા આવાજા કોય બોંબલીન આખ્યાં, “દોરત્યેવોઅને પાક પાકી ગીઅલો હેય, એને આમી ચ્યાલ વાડના સમય યેય પોઅચલો હેય, યાહાટી ઓસ્યેકોય વાડણી કોઅના સુરુ કોઓ.”
પાછો યોક હોરગા દૂત હોરગા દેવાળામાઅને નિંગ્યો, એને ચ્યાપાયબી દાઅયેવાળો ઓસ્યો આતો.
તોવે ચ્યે હોરગા દૂતે દાઅયેવાળો ઓસ્યેકોય દોરત્યેવોયને દારાખાહા ગુસ વાડીન પોરમેહેરા પ્રકોપા મોઠા દારાખા કુંડામાય ટાકી દેના.