5 કાહાકા આંય પ્રભુ ઈસુવોય તો બોરહા એને પોરમેહેરા બોદા લોકહાવોય તો પ્રેમ કોઅના બારામાય વોનાતાહાવ.
બાકી યહૂદી એને ગેર યહૂદીયાહામાય ચેતાવણી દેતો રિયો, કા પાપ કોઅના બોંદ કોઇન પોરમેહેરાએછે ફિરે એને આમહે પ્રભુ ઈસુવોય બોરહો કોએ.
પવિત્ર લોકહાન જીં કાય ગોરાજ હેય, ચ્યામાય ચ્યાહા મોદાત કોઆ, ગાવારાહા ચાકરી કોઅરાહાટી સાદા તિયાર રા.
આમી યેરૂસાલેમમાય પોરમેહેરા લોકહાહાટી પોયહા બેગા કોઅના બારામાય જો સવાલ તુમહાય માન પુછ્યેલ ચ્યા બારામાય આખતાહાવ, જેહેકેન માયે ગલાતીયા મંડળી વિસ્વાસી લોકહાનબી આખ્યેલ, તેહેકેન તુમાબી કોઆ.
જો તુમા ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે, તે પાછે યે વાતેકોય કાય ફેર નાંય પોડે કા તુમહે સુન્નત ઓઅલા હેય કા નાંય, બાકી ઈ વાત મહત્વા હેય કા તુમા ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે એને પોરમેહેરાવોય એને બિજા લોકહાવોય પ્રેમ કોઅતેહે.
યા બોદા લીદે જીં પોરમેહેરાય કોઅયાહાં, જોવેને માયે પ્રભુ ઈસુવોય તુમહે બોરહો કોઅના બારામાય, એને પોરમેહેરા બોદા લોકહા પ્રતિ તુમહે પ્રેમ કોઅના બારામાય વોનાયો.
કાહાકા આમા વોનાયાહા, કા ઈસુ ખ્રિસ્તાવોય તુમહે બોરહો હેય, એને બોદા પોરમેહેરા પવિત્ર લોકહાવોય તુમા પ્રેમ કોઅતાહા.
બાકી તિમોથી તુમહે તાઅને આમહે ઈહીં યેયન તુમહે બોરહા એને પ્રેમા હારી ખોબાર આખી, એને ઈ વાત બી આખી, કા તુમા સાદા પ્રેમ ને હાતે આમહાન યાદ કોઅતેહે, એને આમહાન મિળાહાટી કળવાળા કોઅતેહે, જેહેકેન આમા તુમહાન એઅરાહાટી કોઅજેહે.
ઓ બાહા, આંય તો બીજહાવોય પ્રેમ કોઅના બારામાય જાંઆઈન બોજ આનંદિત એને ઉત્સાહિત ઓઅય ગીયો, કાહાકા તોકોય પોરમેહેરા લોક ઉત્સાહિત ઓઅય ગીઅલા હેય.
એને ચ્ચા આગના ઈ હેય કા આમા ચ્ચા પોહો ઈસુ ખ્રિસ્તા નાવામાય બોરહો કોઅજે, એને જેહેકોય ચ્યાય આપહાન આગના દેનહી ચ્ચે રીતેકોય આપા યોકબિજાલ પ્રેમ કોઅજે.