38 તોવે યોહાને ઈસુવાલ આખ્યાં, “ઓ ગુરુ, આમાહાય યોકા માઅહાન તો નાંવા ઓદિકારા ઉપયોગ કોઇન બુતડાહાન કાડતા દેખ્યાં, એને આમા ચ્યાલ ઓટકાડા લાગ્યા, કાહાકા તો શિષ્યહા માઅને નાંય આતો.”
જ્યા લોક માયેવોય બોરહો થોવતાહા ચ્યા યા મોઠે ચિન્હે કોઅરાહાટી સફળ ઓઅરી કા: મા નાંવ લેઈને બુતહાલ તાંગાડી કાડી, નોવી ભાષામાય બોલી,
ઈસુવે આખ્યાં, “ચ્યાલ ઓટકાડાહા મા,” કાહાકા ઓહડો કાદોબી, જો મા નાંવા ઓદિકારાકોય મોઠે ચિન્હે કોઅહે, તો તારાત મા નિંદા નાંય કોઅઇ હોકે.
જો, આંય સૈતાન જો બુતાહા મુખ્ય હેય ચ્યા મોદાતે કોઇ બુતહાલ કાડહુ, તોવે તુમહે પીડી કા મોદાતકોય કાડતેહે? ચ્યાહાટી તો તુમહે ન્યાય કોઅરી.