14 તોવે શિષ્ય બાખે લેઅના વિહરાય ગીયા, એને ચ્યાહાપાય યોક બાખે સિવાય ઉડીમાય બીજ્યો બાખ્યો નાંય આત્યો.
શિષ્ય નોયે ચ્યેમેરે જાત્યે સમાયે બાખે લેઅના વિહરાય ગીયા.
એને ઈસુવે પોરૂષી લોકહાન છોડી દેના, તો ચ્યા ચેલાહાઆરે પાછા ઉડીમાય બોહી ગીયા એને ગાલીલ દોરિયા બિજ્યે બાજુ ગીયા.
ઈસુવે શિષ્યહાન ચેતાવણી દેયન આખ્યાં, “એઆ પોરૂષી લોકહા એને હેરોદ રાજા ખમીરથી બોચાંહાટી હાચવીન રોજા.”