1 ચ્યા દિહહામાય, બોજ લોક ઈસુ પાહી યેના એને ચોમખી યોક મોઠો ટોળો બેગો જાયો. જોવે ચ્યાહાપાય ખાઅના નાંય આતા, તોવે ઈસુવે ચ્યા શિષ્યહાન હાદિન આખ્યાં.
એને ચ્યા બોજ નોવાય પામીન આખા લાગ્યા, “ચ્યે બોદા હારાં કોઅયાહાં, બોઓરાહાલ વોનાતા કોઅયા, એને બોબડયાહાલ બોલતા કોઅહે.”