37 એને ચ્યા બોજ નોવાય પામીન આખા લાગ્યા, “ચ્યે બોદા હારાં કોઅયાહાં, બોઓરાહાલ વોનાતા કોઅયા, એને બોબડયાહાલ બોલતા કોઅહે.”
જોવે ચ્યા બેની આંદળા વાટે જાય રીઅલા આતા, તોવે લોક યોક મુકા માઅહાલ, જ્યાલ બુત વોળાગલો આતો ઈસુપાય લેય યેને.
યાવોય બોદહાન બોજ નોવાય લાગી, એને ચ્યા યોકબીજાહાન આખતા લાગ્યા, “ઈ કાય વાત હેય? તો પુરાં ઓદિકાર કોઇન હિકાડેહે, એને બુતાલબી દોમકાડેહે, એને ચ્યા ચ્યાલ માનતાહા”
તો ઉઠયો, એને તારાત ખાટલા ઉચકીન બોદહા દેખતા ચ્યે ગોઅને જાતો રિયો. બોદહાન બોજ નોવાય લાગી, એને ચ્યા પોરમેહેરા મહિમા આખતા લાગ્યા, “ઓહડા તે આપહાય કાદે દિહે દેખ્યાંજ નાંય.”
એને ચ્યા બોજ બિઇ ગીયા એને યોકબિજાલ આખા લાગ્યા, “ઈ કોહડા માઅહું હેય? તે તોફાન એને દોરિયો એને લાફાબી ચ્યા આગના માનતેહેં?”
તી પોહી તારાતુજ ઉઠીન ચાલાફિરા લાગી તી બારા વોરહા આતી લોક બોજ નોવાય પામ્યા.
પાછે ઈસુ ચ્યાહાપાય યેનો એને ઉડીમાય ચોડી ગીયો એને વારો ઠાવકો રિયો, તોવે ચ્યાહાન બોજ નોવાય લાગી.
એને ઈસુવે લોકહાન આખ્યાં, કા “ઈ કાદાલ નાંય આખના કા માયે કાય કોઅલા હેય” બાકી જોલો વોદારે આખે કા નાંય આખના, તોલા વોદારે ચ્યા બીજહાન આખતા લાગ્યા.
ચ્યા દિહહામાય, બોજ લોક ઈસુ પાહી યેના એને ચોમખી યોક મોઠો ટોળો બેગો જાયો. જોવે ચ્યાહાપાય ખાઅના નાંય આતા, તોવે ઈસુવે ચ્યા શિષ્યહાન હાદિન આખ્યાં.
એને આપા તે ન્યાયા નુસાર સજા બોગવી રીયહા, કાહાકા આપહાય જુઠા કોઅયા તી બોગવાં પોડહે, બાકી યે જુઠા કાય નાંય કોઅયાહાં.”
લોકહાય પાઉલા ઈ કામ એઅઇન લુકાઉનિયા ભાષામાય બોંબલીન આખ્યાં, “દેવતા માઅહા રુપ લેઈને આપહેપાય ઉતી યેનલા હેય.”