18 ઈસુવે શિષ્યહાન આખ્યાં, “કાય એહેકેન તુમહાનબી નાંય હોમજાય કા? તુમા નાંય હોમજેત કા, જીં ખાઅના માઅહું ખાહે તી માઅહાન મેલાં નાંય બોનાવી હોકે?
જીં કાય માઅહા મુયામાય જાય ચ્યા લેદે તીં મેલાં નાંય કોઅઇ હોકે, બાકી ચ્યા મુયામાયને જીં નિંગહે, તીંજ માઅહાન મેલાં કોઅહે.
તુમા કાહાનાય હોમજ્યા કા માયે તુમહાન બાખ્યે બારામાય નાંય આખલા કા, બાકી એહેકેન કા પોરૂષી લોકહા એને સાદૂકી લોકહા પાયને હાચવીન રોજા.”
પાછા ઈસુવે ચ્યાહાન આખ્યાં, “જોવે તુમા ઓ દાખલો નાંય હુમજે, તોવે તુમા બિજા દાખલા બી નાંય હોમજાહા, જીં આંય તુમહાન આખનારો હેય.
પાછે તો ટોળાલ છોડીન ગોઅમે યેનો, તોવે ચ્યા શિષ્યહાય ચ્યાય જીં કાય દાખલા દેયને આખ્યેલ ચ્યા મોતલાબ પુછ્યાં.
કાહાકા તી ચ્યાહા મોનામાય નાંય જાય, બાકી ચ્યા બુકામાય જાહે, એને પાછે તો ઝાડાવાટે બાઆ નિંગી જાહે” એહેકેન આખીન, ઈસુવા મોતલાબ આતો કા બોદીજ ખાઅના વસ્તુ ખાંહાટી લાયક્યે હેય.
તોવે ઈસુવે ચ્યા બેન શિષ્યહાન આખ્યાં, “ઓ નિર્બુધીહાય, જીં કાય ભવિષ્યવક્તાહાય પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, તુમહાન ચ્યે વાતવોય બોરહો કોઅરા બોજ વોગરા લાગહે!
ઈસુવે જવાબ દેનો, “તું ઈસરાયેલ લોકહા ગુરુ હેય, તુલ યો વાતો હોમજી જાં જોજે.”
ચ્યે સમયે કેવળ સાદ્યો વાતો આખ્યો, જ્યો જેહેકેન હાના પોહહાન દુદ પાજના હારકા હેય, માયે તુમહાન પોરમેહેરા ગહન વાતો નાંય આખ્યો, જ્યો બાખે ખાઅના હારક્યો હેય, કાહાકા તુમા ચ્યાહાટી તિયાર નાંય આતેં.
યા બારામાય આખનાહાટી બો બોદા હેય બાકી ચ્યા બારામાય ઉંડેથી આખના કઠીણ હેય. કાહાકા તુમા પોરમેહેરા વચના બારામાય હિકનામાય આળ્યાહા બોની ગીયહા.