પાઉલ બોજ દિહાહા હુદી કરિંથ શેહેરામાય રિયો. પાછે વિસ્વાસ્યાહાથી છુટો પોડીન કિંખ્રિયા શેહેરામાય જાતો રિયો, ચ્ચા શેહેરામાય પાઉલે ચ્ચા ટોલપી ટાલી કોઆડી લેદી. કાહાકા ચ્ચાય યોક માનતા લેદલા આતા, પાછે દોરિયામાઅને સિરીયા વિસ્તારા એછે જાતો રિયો, ચ્ચાઆરે પ્રિસ્કીલા એને અકુલાસબી આતેં.