35 એને જોવે દિહી બુડા આતો તોવે ચ્યા શિષ્યહાય ઈસુવાપાય યેઇન આખ્યાં “એકાંત જાગો હેય, એને દિહી બુડા વાય રિયહો.
જોવે ઈસુવાલ ઈ ખોબાર મિળી તોવે તાઅને તો ઉડીમાય બોહીન, યોક ઉજાડ જાગામાય માઅહા પાયને આલાગ નિંગી ગીયો, બાકી લોકહાન ચ્યા ખોબાર પોડી, એને ચ્યાહા શેહેરામાઅને ચ્યા પાગે ચાલીન ચ્યા પાહલા યેના.
જોવે ઈસુ ઉડીમાઅને ઉત્યો, એને માઅહા બોજ મોઠો ટોળો દેખીન, ચ્યાહાવોય ચ્યાલ દયા યેની, કાહાકા ચ્યાહાઆરે કાદો નાંય આતો જો હારેકોય ચ્યાહા આગેવાની કોઅઇ હોકે એને ચ્યાહાન હાંબાળ કોઅઇ હોકે, જેહેકોય મેંડવાળ્યાહા વોગાર ગેટેં, એને ઈસુ ચ્યાહાન પોરમેહેરા રાજ્યા બારામાય બોજ વાતો હિકાડાં લાગ્યો.
લોકહાન જાં દે કા ચોમખી ગાવહામાય એને ફોળ્યે-ફોળ્યેહે માય જાયન ખાઅના વેચાતાં લેય યેય હોકે.”