32 યાહાટી ચ્યા ઉડીમાય બોહીન યોક એકાંત જાગામાય નિંગી ગીયા જાં ચ્યા યોખલાજ રોય હોકે.
માઅહા બોજ ગીરદ્યે લેદે, ઈસુવે ચ્યા શિષ્યહાન આખ્યાં, “માન બોહરાહાટી યોક વાહની ઉડી લીયા, એટલે માઅહે માન ડેકલી નાંય હોકે.”
એને શિષ્યહાય લોકહા ટોળાલ તાંજ રા દેના, એને ચ્યા ઉડીમાય બોઠા, જ્યેં ઉડીમાય ઈસુ આતો, એને ઈસુલબી ચ્યાહાઆરે લેય ગીયા, એને બીજે ઉડયે બી ચ્યાઆરે આતેં.
એને લોકહાય ચ્યાહાન નિંગતા દેખીન જાઈ લેદા, કા કેછ જાઈ રીઅલા હેય, યાહાટી ચ્યા ભાગા આજુબાજુ ગાવહામાઅને માઅહે દાંહાદી જાયન, એને ચ્યાહા આગલા તાં યી ફૂગ્યેં.
તોવે ઈસુવે તારાત ચ્યા શિષ્યહાન આખ્યાં કા ઉડીમાય બોહીન ચ્યેમેરે બેતસાદા નગરા એછે ઉપડી જાયા, તાંઉલોગુ તો પોતે લોકહાન દોવાડી દેય.
પાછે ઈસુ ચ્યાહાપાય યેનો એને ઉડીમાય ચોડી ગીયો એને વારો ઠાવકો રિયો, તોવે ચ્યાહાન બોજ નોવાય લાગી.
યો વાતો જાયો પાછે ઈસુ ગાલીલ દોરિયા એટલે તીબીરીયાસ દોરિયા ચ્યેમેરે ગીયો.