42 તી પોહી તારાતુજ ઉઠીન ચાલાફિરા લાગી તી બારા વોરહા આતી લોક બોજ નોવાય પામ્યા.
યાવોય બોદહાન બોજ નોવાય લાગી, એને ચ્યા યોકબીજાહાન આખતા લાગ્યા, “ઈ કાય વાત હેય? તો પુરાં ઓદિકાર કોઇન હિકાડેહે, એને બુતાલબી દોમકાડેહે, એને ચ્યા ચ્યાલ માનતાહા”
એને ચ્યા બોજ બિઇ ગીયા એને યોકબિજાલ આખા લાગ્યા, “ઈ કોહડા માઅહું હેય? તે તોફાન એને દોરિયો એને લાફાબી ચ્યા આગના માનતેહેં?”
પોહયે આથ દોઇન ઈસુવે પોહયેલ આખ્યાં, “તાલીતા કુમ” યા મોતલાબ હેય, “ઓ પોહી, આંય તુલ આખહુ, ઉઠ”
તોવે ઈસુવે ચ્યાહાન ચેતવીન આગના દેની કા ઈ વાત કાદાલ ખોબાર નાંય પોડે, એને પોહયે આયહે આબહાલ આખ્યાં કા, પોહયેલ કાય ખાઅના દા.
પાછે ઈસુ ચ્યાહાપાય યેનો એને ઉડીમાય ચોડી ગીયો એને વારો ઠાવકો રિયો, તોવે ચ્યાહાન બોજ નોવાય લાગી.
એને ચ્યા બોજ નોવાય પામીન આખા લાગ્યા, “ચ્યે બોદા હારાં કોઅયાહાં, બોઓરાહાલ વોનાતા કોઅયા, એને બોબડયાહાલ બોલતા કોઅહે.”