29 એને તારાત ચ્યે લોય પોડતા બોંદ ઓઅઇ ગીયા, એને ચ્યેલ શરીરામાય લાગ્યા કા આમી આંય હારી ઓઅઇ ગિઇ.
એને યોક બાઈ ચ્યે બારા વોરહાથી લોય પોડના બિમારી આતી, તી ચ્યા પાહલા યેની એને ફાડકા છેડાલ આથ લાવ્યો.
ચ્યા દિહયા દિહી ઈસુવે બોજ જાંઅહાન હારાં કોઅલા, ચ્યાહાટી ચ્યા બિમાર લોક ચ્યાપાય ગીરદી કોઅતા આતા.
કાહાકા ચ્યે વિચાર્યા, “જોવે એલા ફાડકાલુજ આંય આથ લાવહી તોવે મા બોચાવ ઓઅઇ જાય.”
ઈસુવે ચ્યે બાયેલ આખ્યાં, “મા બોઅહી, માયે તો બોચાવ કોઅલા હેય કાહાકા તુયે માયેવોય બોરોહો કોઅલો હેય, આમી તુલ એલી બિમારી નાંય લાગે, શાંત્યે કોઅઇ જો.”
ચ્યેજ ગેડીયે ઈસુવે બોજ લોકહાન બિમારીમાઅને એને દુઃખહામાઅને એને બુતા તાબામાઅને છોડાવ્યા એને બોજ આંદળાહાન દેખતા કોઅયા.