27 જોવે તી ઈસુવા કોઅલા કામહા બારામાય વોનાયેલ, યાહાટી તી ટોળામાઅને ઈસુવા પાહલા યેની, એને ઈસુવા ફાડકાલ આથ લાવ્યો.
એને ચ્યા રાવ્યો કોઅતા લાગ્યા કા તો ફાડકા છેડાલ આથ લાવાં દે; એને જોલે ચ્યા ફાડકાલ આથ લાવેત ચ્યા બોદહા બોચાવ ઓઅઇ ગીયો.
ચ્યે બોજ વૈદયાહા પાયને બોજ દુઃખ ઉઠાવ્યા, એને ચ્યે બોદી માલમિલકાત ખોરચી ટાકી તેરુ ચ્યે બિમારી હારી નાંય જાઈ, બાકી આજુ વદારે માંદી ઓઅતી ગિઇ.
કાહાકા ચ્યે વિચાર્યા, “જોવે એલા ફાડકાલુજ આંય આથ લાવહી તોવે મા બોચાવ ઓઅઇ જાય.”
જાં કેસ ઈસુ ગાવહામાય, કા શેહેરાહામાય ગીયો, તોવે દુખ્યાહાન બાજારામાય થોવિન ચ્યા રાવ્યો કોએત, કા ઈસુ ફાડકા મેરાલ આથ લાવાં દેય. એને જોલે ચ્યાલ આથ લાવેત, ચ્યા બોદહાજ બોચાવ ઓઅઇ જાય.
ઓલે લોગુ કા રુંબાળ એને ફાડકો ચ્યાહા આંગાલ લાવીન બીમાર્યાહાવોય ટાકતા આતા, એને ચ્ચે ચ્યાહા બીમાર્યેહેથી હારાં ઓઅઇ જાતે આતેં, એને બુતડે નિંગી જાયા કોઅતે આતેં.
જીં કાય પ્રેષિત કોઅતા આતા ચ્યા લીદે લોક બિમાર્યાહાન વાટેવોય લેય યેયન પાથારી એને ખાટલાહાવોય હુવાડી દાં આતેં, કા જોવે પિત્તર યેય, તોવે ચ્યા છાવાડીજ ચ્યાહામાઅને કાદાવોય પોડી જાય.