18 તોવે ઈસુ જાંહાટી ઉડીમાય બોહી ગીયો, એને બુત લાગલા માઅહું ઈસુલ રાવ્યાં કોઇન આખા લાગ્યા “માન તોઆરે રા દે.”
એને બોદા સિરીયા વિસ્તારામાય ચ્યા ખોબાર ફેલાય ગીયી, તોવે જ્યા બિમાર આતા, જ્યાહાલ જુદા-જુદા જાત્યા રોગ એને દુ:ખામાય પીડાલા આતા, એને જ્યાહાલ બુત લાગલા એને મિરગ્યે લોખવાવાળે આતેં, એને ચ્યા બોદહાન ચ્યાહાય ચ્યાપાય લેય યેને એને ચ્યાય ચ્યા બોદા દુખ્યાહાલ હારેં કોઅયે.
તોવે કાય જાયા તી એરાહાટી માઅહે ઈસુવાપાય યેને, તોવે જીં બુતડે લાગલા માઅહું ઠાવકાજ બોઠલા દેખ્યો, એને ફાડકે પોવલે એને હારો ઓઇન ભાનમાય દેખ્યો, તીં એઇન ચ્યા બિઇ ગીયા.
એને એએનારા માઅહાય, બુતડે લાગલા માઅહા આરે કાય જાયેલ તી વાત એને ડુકરાહા બારામાય જાયલી વાત, લોકહાન આખી દેખાડી.
તોવે ચ્યાહાય ઈસુલ વિનાંતી કોઅયી એને આખ્યાં કા તું આમહે હોદ માઅને જાતો રો.
એને બોજ જોરખે બોંબલીન આખ્યાં, “ઓ ઈસુ, પરમપ્રધાના પોરમેહેરા પોહા, તુલ માયેપાઅને કાય જોજે? પોરમેહેરા નાંવા કોસામ લેતહાવ કા તું માન આબદા મા દેહે.”