10 એને ચ્યાહાય ચ્યાલ બોજ રાવ્યાં કોઅયી કા “આમહાન યા ભાગામાઅને મા દોવાડેહે.”
એને, જ્યા યેરૂસાલેમ શેહેરામાઅને યેનલા મૂસા નિયમ હિકાડનારા ગુરુબી આખા આતા કા, “ચ્યામાય સૈતાન જો બુતાહા મુખ્ય હેય” એને ઇબી આખે કા, “તો સૈતાન હેય ચ્યા મોદાત લેઈને ચ્યાહાન તાંગાડેહે.”
આમી તાં ડોગાવોય ડુકરાહા યોક મોઠો ટોળો ચોઅયા કોએ.
ઈસુવે ચ્યાહાન પરવાનગી દેની, તોવે બુતડે નિંગીન ડુકરાહામાય ઉરાય ગીયે, એને બોદો ટોળો કોરાડા ઉપને દોરિયામાય જાયન ટુટી પોડયો, એને બુડી મોઅયે, લગભગ બેન ઓજાર ડુકરાહા ટોળો આતો.
તોવે ઈસુવે ચ્યાલ પુછ્યાં, “તો નાંવ કાય હેય?” ચ્યેય આખ્યાં, “આમે નાંવ સેના હેય, કાહાકા આમા બોજ જાંએ હેજે.”