1 પાછે ઈસુ એને ચ્યા શિષ્ય દોરિયા ચ્યેમેરે ગીરાસેનિયા લોકહા ભાગામાય જાય પોઅચ્યા.
ચ્યે દિહયે જોવે રુવાળા પોડતાજ, તોવે ચ્યે શિષ્યહાન આખ્યાં “આપા ગાલીલા દોરિયા ચ્યેમેરે જાતા.”
એને ચ્યા બોજ બિઇ ગીયા એને યોકબિજાલ આખા લાગ્યા, “ઈ કોહડા માઅહું હેય? તે તોફાન એને દોરિયો એને લાફાબી ચ્યા આગના માનતેહેં?”