28 તો કાદુજ બીયારાલ ઉદાડેહે એને અનાજ પાકાડેહે, પેલ્લો ડીયો નિંગીન ઉદહે, પાછે ડોડે યેહે, પાછે કોન્ટયેહેમાય દાણા પાકતાહા.
તે જોવે બિયારો ઉદ્યો એને નીહીવાય પોડ્યા, તોવે ટોળ્યા દેખાયાં.
એને તો ખેડુત રાતી-રાતી હુવેહે ને દિહા-દિહા કામ કોઅહે, તાંઉ બિયારો ઉદીન વોદી જાહે, બાકી ચ્યાલ ખોબાર નાંય કા ઈ કેહેકેન વોદ્યાં.
બાકી જોવે દાણા પાકી જાતાહા, તોવે તારાત ખેડુત ઓસ્યેકોય વાડી લેહે, કાહાકા દાણા પાકી ગીઅલા હેય.”
યે વાતે માન પાક્કી ખાત્રી હેય, કા જ્યા પોરમેહેરાય તુમહેમાય ઈ હારાં કામ ચાલુ કોઅયાહાં, તી ઈસુ ખ્રિસ્ત પાછો યેઅના દિહી લોગુ પુરાં બી કોઅરી.
યાહાટી તુમા એહેકેન જીવન જીવા જેહેકેન પ્રભુ લોકહાન જીવા જોજે, એને તુમા બોદી રીતેકોય પ્રભુલ પ્રસન્ન કોઆ. એને તુમા કાયામ બોદે રીતેકોય હારેં કામે કોઆ, એને કાયામ પોરમેહેરાબારામાય વોદારી એને વોદારી જાંઅતે જાં.