10 જોવે ઈસુ એને બાર શિષ્યહાઆરે બિજા હાંગાત્યા આતા, ચ્યાહાય ઈસુલ દાખલો હોમજાડા આખ્યાં.
એને ઈસુવે ચ્યાહાન દાખલો દેયન બોજ વાતો હિકાડયો: “યોક ખેડુત, બિયારો પોઆ રાનામાય ગીયો
જોવે ઈસુ લોકહાન છોડીન ગોઅમે ગીયો, તોવે ચ્યા શિષ્ય ચ્યાપાય યેના એને ચ્યાહાય ચ્યાલ આખ્યાં, “ટોળ્યાવાળો દાખલો આમહાન હોમજાડી દે.”
ઈસુવે ચ્યાહાન આખ્યાં “તુમા તે પોરમેહેરા રાજ્યા દોબલી હાચ્ચી વાત જાંઅતાહા, બાકી જ્યા માયેવોય બોરહો નાંય કોએત ચ્યાહાન તે બોદા દાખલા દેયન હોમજાડના જરુરી હેય.
એને જોવેબી ઈસુ પોરમેહેરાબારામાય વાત આખે, તોવે દાખલા દેયન આખે, બાકી જોવે તો ચ્યા શિષ્યહાઆરે યોખલો રોય તોવે ચ્યાહાન બોદા દાખલાહા મોતલાબ હોમજાડે.
એને ઈસુય આખ્યાં “જો વોનાયાંહાટી તિયાર હેય તીં વોનાય લેય એને ચ્યા બારામાય હુમજે.”
પાછે તો ટોળાલ છોડીન ગોઅમે યેનો, તોવે ચ્યા શિષ્યહાય ચ્યાય જીં કાય દાખલા દેયને આખ્યેલ ચ્યા મોતલાબ પુછ્યાં.