28 ચ્યાહાટી આંય, માઅહા પોહાલ પોરમેહેરા આરામા દિહાવોય બી ઓદિકાર હેય.”
કાહાકા આંય, માઅહા પોહાલ આરામા દિહાવોય બી ઓદિકાર હેય.”
એને ઈસુવે ચ્યાહાન આખ્યાં, “પોરમેહેરાય માઅહાન પોરમેહેરા આરામા દિહયા હાટી નાંય બોનાડ્યા, બાકી પોરમેહેરાય માઅહાહાટી પોરમેહેરા આરામા દિહી બોનાડલો હેય.
પાછો પોરમેહેરા પવિત્ર દિહી ઈસુ સોબાયે ઠિકાણે ગીયો, તાં યોક માઅહું આતા, ચ્યા આથ ઉખાય ગીઅલો આતો.
પાછે ઈસુવે ચ્યાહાન પુછ્યાં, “પોરમેહેરા આરામા દિહી હારાં કામ કોઅના તી હાચ્ચાં હેય કા જુઠા કોઅના, કાદા જીવ બોચાવના તી હારાં હેય કા માઆઇ ટાકના?” બાકી ચ્યા ઠાવકાજ રિયા.
એને ઈસુવે ચ્યાહાન આખ્યાં, “માન, માઅહા પોહાલ આરામા દિહાવોય બી ઓદિકાર હેય.”
બાકી ઈસુવે ચ્યાહાન આખ્યાં, “મા આબો પોરમેહેર સાદા કામ કોઅહે, એને માન બી કામ કોઅરા જોજે.”
તોવે કોલાહાક પોરૂષી આખા લાગ્યા, “ઈ માઅહું પોરમેહેરા એછને નાંય હેય, કાહાકા તો આરામા દિહી નાંય પાળે,” બાકી બીજહાંય આખ્યાં, “પાપી માઅહું ઓહડા ચમત્કાર કેહેકેન કોઇ હોકહે?” એને ચ્યાહામાય ફુટ પોડી ગીયી.
પોરમેહેરાય બોદી વસ્તુહુલ ખ્રિસ્તા ઓદિકારા તાબામાંય કોઅય દેના, એને પોરમેહેરાય ખ્રિસ્તાલ બોદી વિસ્વાસી મંડળીહયેવોય પ્રધાન ઠોરવ્યો.
માન રવિવારા દિહે, જો પ્રભુ દિહી હેય પવિત્ર આત્માય કોબજામાય લેય લેદો, એને આંય મા પાહાલારે કાદાલતેરુ બોલતા વોનાયો જો તુતારી વાજે ઓહડો મોઠો આવાજામાય સાફ રીતે બોલી રિઅલો આતો.